For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય તૃતીયાના કારણે જ આજે સાથે છે ઐશ્વર્યા-અભિષેક, જાણો ખાસ વાતો

અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચન બોલિવુડના લવિંગ અને હેપ્પી કપલ્સમાંના એક છે જેનુ કારણ છે ‘અક્ષય તૃતીયા'.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિનેતા અભિષેક બચ્ચન બોલિવુડના લવિંગ અને હેપ્પી કપલ્સમાંના એક છે. તેમની દાંપત્યજીવન ક્યારેય બોલિવુડના ગૉસિપનો વિષય નથી રહ્યુ. આની પાછળ તેમના વચ્ચેની અંડરસ્ટેંડિંગ તો કારણ છે જ સાથે એક બીજુ મોટુ કારણ છે બંનેના સુખી વૈવાહિક જીવનનું અને તે છે 'અક્ષય તૃતીયા'. બંને સ્ટાર્સના લગ્ન આ શુભ દિવસે થયા હતા અને એટલા માટે બંને ખુશ છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ 2017માં બંનેએ એકબીજા સાથે લગ્ન કર્યા હતા, જે દિવસે બંનેએ સાત ફેરા લીધા તે દિવસ 'અક્ષય તૃતીયા'નો હતો.

આ પણ વાંચોઃ અક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી?આ પણ વાંચોઃ અક્ષય તૃતીયાઃ ભગવાન પરશુરામે પોતાની માની હત્યા કેમ કરી હતી?

બંનેના લગ્ન ‘અક્ષય તૃતીયા'ના દિવસે થયા

બંનેના લગ્ન ‘અક્ષય તૃતીયા'ના દિવસે થયા

તમને જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યા રાય બચ્ચન વિશે એ પણ કહેવામાં આવે છે કે તેમની કુંડળીઓ મળતી નહોતી અને બંનેની કુંડળીમાં મંગળદોષ હતો એટલા માટે અમિતાભ બચ્ચને નિર્ણય કર્યો કે બંનેના લગ્ન ‘અક્ષય તૃતીયા'ના દિવસે થાય અને એટલા માટે તેમણે ઘણા પંડિતો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અભિષેક અને ઐશ્વર્યાના લગ્નનો દિવસ નક્કી કર્યો હતો.

બિગ બીએ પોતાના પુત્રના લગ્ન માટે ‘અક્ષય તૃતીયા'નો દિવસ પસંદ કર્યો...

બિગ બીએ પોતાના પુત્રના લગ્ન માટે ‘અક્ષય તૃતીયા'નો દિવસ પસંદ કર્યો...

અમિતાભે પોતાની લાઈફમાં જમીનથી આકાશ અને આકાશથી જમીન સુધીની સફર જોઈ છે એટલા માટે તે ભગવાનને ખૂબ માને છે અને તે ધાર્મિક પ્રવૃત્તિ તરફ વધુ ઝૂકેલા રહે છે. કહેવાય છે કે ‘અક્ષય તૃતીયા'ના દિવસે લગ્ન કરવાથી દરેક પ્રકારના દોષોનું નિવારણ થઈ જાય છે અને આના કારણે બિગ બીએ પોતાના પુત્રના લગ્ન માટે ‘અક્ષય તૃતીયા'નો દિવસ પસંદ કર્યો.

અક્ષય એટલે કે ક્યારેય ન ખતમ થનાર

અક્ષય એટલે કે ક્યારેય ન ખતમ થનાર

અક્ષય શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે ક્યારેય ખતમ ન થનાર એટલે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, માનવામાં આવે છે કે આ દિવસ લોકોના જીવનમાં ગુડલક અને સફળતા લઈને આવે છે. અક્ષય તૃતીયાના પ્રસંગે ગયા વર્ષે આખા દેશમાં લગભગ 10,000 લગ્ન થયા હતા અને માનવામાં આવે છે કે આ દિવસે લગ્નના બંધનમાં બંધાતી જોડીઓ આગલા સાત જન્મ સુધી સાથે રહે છે અને તેમને ઈશ્વરના આશીર્વાદ મળે છે.

ગણેશજીએ શરૂ કરી મહાભારતની રચના

ગણેશજીએ શરૂ કરી મહાભારતની રચના

‘અક્ષય તૃતીયા'ને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન ગણેશે આ દિવસે મહાભારતને લખવાનું શરૂ કર્યુ હતુ. ભગવાન ગણેશે વેદ વ્યાસજી સામે શરત રાખી હતી કે જે સમયે તે મહાભારતને લખવાનું શરૂ કરશે ત્યારે તેમની કલમ એક ક્ષણ પણ નહિ રોકાય.

અક્ષય એટલે ક્યારેય ખતમ ન થનાર

અક્ષય એટલે ક્યારેય ખતમ ન થનાર

અક્ષય શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને આનો અર્થ થાય છે ક્યારેય ખતમ ન થનાર એટલે કે જેનો ક્યારેય ક્ષય ન થાય, માનવામાં આવે છે કે આ દિવસે લોકોનું જીવન ગુડલક અને સફળતા લઈને આવે છે, અક્ષય તૃતીયાના પ્રસંગે ગયા વર્ષે આખા દેશમાં લગભગ 10,000 લગ્ન થયા હતા અને માનવામાં આવે છે કે આ દિવસે લગ્નના બંધનમાં બંધાનાર જોડીઓ આગલા સાત જન્મો સુધી સાથે રહે છે અને તેમના ભગવાનના આશીર્વાદ મળે છે.

English summary
Aishwarya Rai Bachchan and Abhishek Bachchan are one of the most successful couple got married on Akshay Tritiya day
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X