8 વર્ષ પછી અક્ષય કુમાર આ સુપરસ્ટાર સાથે જોવા મળશે

Posted By:
Subscribe to Oneindia News

અફવાહો મુજબ 8 વર્ષ પછી અક્ષય કુમાર અને ઐશ્વર્યા રાય બચ્ચન એકસાથે મોટા પરદે આવી રહ્યા છે. બધા જ જાણે છે કે ફિલ્મ રોબોટમાં રજનીકાંત સાથે ઐશ્વર્યા રાય બચ્ચને કામ કર્યું હતું. હાલમાં મળતી માહિતી અનુસાર રોબોટની સિક્વલ 2.0 ફિલ્મમાં ઐશ્વર્યા રાય એક નાનકડો રોલ કરી શકે છે. આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

સૂત્રો અનુસાર ઐશ્વર્યા રાયે ફિલ્મ માટે પોતાનો કેમિયો શૂટ પણ કરી લીધો છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે. રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન સ્ટારર ફિલ્મ વર્ષ 2018 દરમિયાન રિલીઝ થશે. હજુ સુધી પણ ફિલ્મની રિલીઝ ડેટ વિશે માહિતી આપવામાં આવી નથી.

આપને જણાવી દઈએ કે 2.0 ભારતની સૌથી મોંઘી ફિલ્મ છે એસ શંકરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 450 કરોડ રૂપિયાના ભારે ભરખમ બજેટ પર તૈયાર થઇ રહી છે. આ ફિલ્મ વર્ષ 2017 દિવાળીથી પોસ્ટપોન્ડ થઇ રહી છે.

રોબોટ 2

રોબોટ 2

શંકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં રજનીકાંત, અક્ષય કુમાર અને એમી જેક્શન મુખ્ય રોલમાં છે. આ ફિલ્મમાં એ આર રહેમાન મ્યુઝિક આપી રહ્યા છે.

450 કરોડની ફિલ્મ

450 કરોડની ફિલ્મ

450 કરોડના ભારે બજેટવાળી ફિલ્મથી લોકોને ઘણી આશા છે. ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે ધમાકેદાર હશે. ફિલ્મનું એક્શન ચોક્કસ ધમાકેદાર હશે.

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ

ચીનમાં પણ ફિલ્મને મોટા પાયે રિલીઝ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તામિલનાડુ માં પણ સ્ક્રીન વધારવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને આશા છે કે ફિલ્મ બાહુબલી 2 કરતા પણ વધારે કમાણી કરશે.

રિલીઝ પહેલા જ 200 કરોડ

રિલીઝ પહેલા જ 200 કરોડ

ફિલ્મે રિલીઝ થતા પહેલા જ 190 કરોડની કમાણી કરી લીધી છે. એટલે કે ફિલ્મે પોતાનું બજેટ કાઢવા માટે 260 કરોડનું કલેક્શન કરવું રહેશે.

એકલી રિલીઝ

એકલી રિલીઝ

કોઈ પણ આ ફિલ્મ સામે ટક્કર લેવા નથી માંગતું. ત્યાં જ આટલું વખત પાછળ ઠેલાય પછી ફિલ્મ પણ વધારે સ્ક્રીન ઈચ્છે છે. ચોક્કસ ફિલ્મ સોલો રિલીઝ જ થશે.

દમદાર કાસ્ટ

દમદાર કાસ્ટ

ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ જોડી ખુબ જ સમજી વિચારીને લેવામાં આવી છે. સાઉથમાં રજનીકાંત ને કારણે ફિલ્મ ચાલશે અને નોર્થમાં અક્ષય કુમારને કારણે ફિલ્મ ચાલશે.

English summary
Aishwarya rai bachchan and akshay kumar to reunite on screen after 8 years

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.