ઐશ્વર્યા બચ્ચનના પિતાનું લીલાવતી હોસ્પિટલમાં નિધન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણા રાજ રાય લાંબા સમયથી બિમાર હતા. 18 માર્ચના રોજ લાંબી બિમારી બાદ તેમનું નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી મુબંઇ ની લીલાવતી હોસ્પિટલ માં આઇસીયુમાં દાખલ હતા.

aishwarya

કહેવાઇ રહ્યું છે, તેમનો કેન્સરનો ઇલાજ ચાલી રહ્યો હતો. કૃષ્ણા રાજ રાય આર્મીમાંથી બાયોલોજિસ્ટ તરીકે રિટાયર થયા હતા. ઐશ્વર્યાનો ભાઇ આદિત્ય મર્ચન્ટ નેવીમાં કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, પોતાના પિતાની બિમારીને કારણે ઐશ્વર્યા પણ ઘણા સમયથી અપસેટ હતી.

aishwarya father

અહીં વાંચો - વિદ્યા બાલને કહ્યું, પબ્લિક ફિગર છું, પબ્લિક પ્રોપર્ટી નહીં

ઐશ્વર્યાના પિતા હોસ્પિટલમાં દાખલ હોવાને લીધે જ આ વર્ષે બચ્ચન પરિવારે હોળીની ઉજવણી નહોતી કરી. જાન્યુઆરીમાં જ્યારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઐશ્વર્યા દુબઇ માં રજા માણી રહી હતી, પરંતુ આ ખબર સાંભળતાં જ તે પોતાની રજાઓ ટૂંકાવી તુરંત મુંબઇ પરત ફરી હતી. ઐશ્વર્યા મૂળ મેંગ્લોરની રહેવાસી છે, ઐશ્વર્યાની પાછળ તેના પરિવારે પણ મુંબઇમાં જ સ્થાળાંતર કર્યું હતું.

English summary
Actor Aishwarya Rai Bachchan’s father Krishnaraj Rai died on Saturday, a report confirms.
Please Wait while comments are loading...