આગામી ફિલ્મમાં એશ આ સુપરસ્ટાર સાથે કરશે રોમાન્સ

Written By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'ફન્ને ખાન' છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં અનિલ કપૂરનું નામ પણ ફાઇનલ છે, પરંતુ અનિલ કપૂર ઐશ્વર્યા બચ્ચનના હીરોના રોલમાં જોવા નહીં મળે. આ વાતનો ખુલાસો થયા બાદ ઐશ્વર્યા સામે આ ફિલ્મમાં કોણ જોવા મળશે, એ ચર્ચાએ જોર પકડ્યું છે. આ માટે અત્યાર સુધીમાં વિકી કૌશલ, રાજકુમાર રાવ અને અક્ષય ઓબરોય જેવા નામો સામે આવી ચૂક્યાં છે, જેમાં વધુ એક નામ ઉમેરાયું છે.

ઐશ્વર્યા અને આર.માધવન

ઐશ્વર્યા અને આર.માધવન

'ફન્ને ખાન'માં ઐશ્વર્યાની સામે આર.માધવન જોવા મળે એવી શક્યતા છે. હાલ ઐશ્વર્યા સામેના રોલ માટે માધવનનો અપ્રોચ કરવામાં આવ્યો છે. જો આ વાત સાચી હોય તો, ઐશ્વર્યા અને માધવન 'ગુરૂ' બાદ લાંબા ગાળે મોટા પડદે સાથે જોવા મળશે. 'ગુરૂ'માં જો કે, ઐશ્વર્યાની જોડી અભિષેક બચ્ચન સાથે હતી.

બોડી શેમિંગ અંગે ફિલ્મ

બોડી શેમિંગ અંગે ફિલ્મ

આ ફિલ્મ સાથે જોડાયેલી બીજી રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મની વાર્તા બોડી શેમિંગ સાથે જોડાયેલી છે. ઐશ્વર્યાએ ફિલ્મ સાઇન કરી હોવાનું એક મોટું કારણ આ પણ છે. ઐશ્વર્યા મોટેભાગે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચવા માટે 1-2 મહિનાનો સમય લે છે, પરંતુ આ ફિલ્મ ઐશ્વર્યાએ 2 અઠવાડિયામાં જ સાઇન કરી લીધી હતી.

એશ માટે સંવેદનશીલ વિષય

એશ માટે સંવેદનશીલ વિષય

પિંકવિલાના અહેવાલો અનુસાર બોડી શેમિંગ ઐશ્વર્યા માટે વ્યક્તિગત રીતે પણ સંવેદનશીલ વિષય છે. અરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યાનું વજન વધી ગયું હતું અને એ સમય દરમિયાન તેણે પણ બોડી શેમિંગના શિકાર બનવાનો વારો આવ્યો હતો. આથી જ તેણે આ ફિલ્મ તુરંત સાઇન કરી લીધી હતી.

Stop Body Shaming!

Stop Body Shaming!

સૂત્ર અનુસાર, આ ફિલ્મ દ્વારા બોડી શેમિંગ પર રોક લગાવવાનો સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવશે. ઐશ્વર્યા અનુસાર, દરેક વ્યક્તિ સ્પેશિયલ છે અને દરેક પાસે કોઇને કોઇ ટેલેન્ટ હોય છે. બોડી શેમિંગમાં લોકો વ્યક્તિના સારા પાસાને ભૂલાવી દે છે, જેને કારણે તે અપમાનિત અનુભવતા ડિપ્રેસ થઇ જાય છે.

English summary
Who will romance Aishwarya Rai Bachchan in Fanney Khan? Why Aish has signed Fanney Khan?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.