Green Goddess ઐશ્વર્યાને જોઇ દીપિકાને ભૂલી જશે લોકો..
કાન્સ 2017નો ઐશ્વર્યા રાય બચ્ચનનો ફર્સ્ટ લૂક આવી ગયો છે. તે ગ્રીન કલરના સમર આઉટફિટમાં અત્યંત સુંદર લાગી રહી છે.
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017 માટે ઐશ્વર્યા રાય મુંબઇથી નીકળી ત્યારથી ચર્ચામાં છે. કાન્સનો તેનો ફર્સ્ટ લૂક પણ આવી ગયો છે. ગ્રીન કલરના સમર ડ્રેસમાં તે અત્યંત સુંદર લાગી રહી છે. ઐશ્વર્યા કાન્સમાં લોરિયલ પેરિસ સ્ટુડિયો બ્રાન્ડને રિપ્રેઝન્ટ કરી રહી છે. કાન્સની તેની લેટેસ્ટ તસવીરો જુઓ અહીં..

ઐશ્વર્યા રાય બચ્ચન
કાન્સ 2017નો ઐશ્વર્યાનો આ લૂક ખરેખર સ્ટનિંગ છે. રેડ લિપસ્ટિક અને મિનિમમ આય-મેકઅપ સાથે તે ખૂબ પરફેક્ટ લાગી રહી છે. ગુરૂવારે કાન્સના રેડ કાર્પેટ પર દીપિકા પણ ગ્રીન કલરના ગાઉનમાં જોવા મળી હતી. જો કે, એશનો આ લૂક જોઇને લોકો દીપિકાને ચોક્કસ ભૂલી જશે.

ગ્રીન ગોડેસ
ગ્રીન સમર ડ્રેસમાં ઐશ્વર્યા અત્યંત સુંદર લાગી રહી છે. તેનો આ લૂક જોઇને ભાગ્યે જ કોઇ કહી શકે આ એક્ટ્રેસ ઉંમરમાં 40નો આંકડો વટાવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના આ ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે અને લોકોએ તેને ગ્રીન ગોડેસનું નામ આપ્યું છે.

બીચ સ્ટુડિયો
ઐશ્વર્યાની આ તસવીરો લોરિયલ પેરિસ બીચ સ્ટુડિયોની છે, જ્યાં તે તૈયાર થઇ હતી. ઐશ્વર્યા આ વર્ષે ફરી એકવાર કાન્સમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસને પ્રેઝન્ટ કરવા પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ઐશ્વર્યાએ જ્યારે કાન્સમાં ડેબ્યુ કર્યું ત્યારે પણ તે આ જ ફિલ્મને પ્રેઝન્ટ કરવા પહોંચી હતી.

ઉંમર સાથે વધુ સુંદર
ઐશ્વર્યા આજે પણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓમાંની એક છે. તે ઉંમર સાથે વધુ સુંદર લાગી રહી છે. સૌથી સુંદર મહિલાઓની સાથે જ સૌથી સુંદર મમ્મીનું ટેગ પણ ઐશ્વર્યાને નામે જ જાય છે. લોરિયલના સ્ટુડિયોમાં રેડી થયા બાદ તેણે અહીં પત્રકારો સાથે વાત કરી હતી.

કાન્સમાં જાદુ વિખેરવા તૈયાર ઐશ્વર્યા
ઐશ્વર્યા રાય બચ્ચન 70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ વિખેરવા બિલકુલ તૈયાર છે. પોતાના ફર્સ્ટ લૂક માટે ઐશ્વર્યાએ યાનિના ડિઝાઇનર વેર પર પસંદગી ઉતારી હતી. મલ્ટિકલર સોબર જ્વેલરી સાથે તેણે આ લૂકને કમ્પલિટ કર્યો હતો.

આરાધ્યા સાથે ઐશ્વર્યા
આ પહેલા સવારે ઐશ્વર્યા રાય બચ્ચન આરાધ્યા સાથે સ્પોટ થઇ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલ માટે આરાધ્યા ઐશ્વર્યા કરતાં વધારે એક્સાઇટેડ લાગી રહી હતી. આરાધ્યાના મુંબઇ એરપોર્ટના ફોટોઝ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.
{promotion-urls}
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
