અજય દેવગણ અને કરિના કપૂર લાંબા સમય પછી એકસાથે આવશે

Posted By:
Subscribe to Oneindia News

અજય દેવગણ ની ફિલ્મ રેડ આ મહિને આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર જોયા પછી લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેની વચ્ચે જ અજય દેવગણ ની આવનારી ફિલ્મ વિશે પણ ચર્ચા થઇ રહી છે. આ ફિલ્મ માટે અભિનેત્રી પણ ફાઇનલ થઇ ચુકી છે. આ અભિનેત્રી તેમની સાથે ઘણી ફિલ્મો નજર આવી ચુકી છે અને ફરી એકવાર બંને એકસાથે જોવા મળશે.

ajay devgan and kareena kapoor

અહીં અમે વાત કરી રહ્યા છે કરિના કપૂર વિશે. અજય દેવગણ ની આવનારી ફિલ્મ માટે કરિના કપૂર ને ફાઇનલ કરી લેવામાં આવી છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર અજય દેવગણ ની આવનારી ફિલ્મ મરાઠી ફિલ્મ આપલા માનુષ ની હિન્દી રીમેક હશે. જેમાં અજય દેવગણ સાથે કરિના કપૂર જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન આશુતોષ ગોવારિકર કરશે અને તેના માટે તેઓ કરિના કપૂર સાથે કેટલીક મિટિંગ પણ કરી ચુક્યા છે.

આપણે જણાવી દઈએ કે અજય દેવગણ અને કરિના કપૂરે એકસાથે ગોલમાલ અને સિંઘમ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. બંનેની જોરદાર કેમેસ્ટ્રી ઓમકારા ફિલ્મમાં પણ જોવા મળી હતી. અજય દેવગણ અને કરિના કપૂરે એકસાથે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે.

નાના પાટેકર ની મરાઠી ફિલ્મ આપલા માનુષ ના ચારે તરફથી વખાણ થઇ રહ્યા છે. હવે જો આ ફિલ્મની હિન્દી રીમેક આવશે તો ચોક્કસ લોકોને પસંદ પડશે. તેમાં પણ અજય દેવગણ અને કરિના કપૂર ની જોડી દર્શકોનું દિલ જીતી લેશે.

English summary
ajay devgan and kareena kapoor upcoming movie

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.