Happy B'day : પિસ્તાલીસે એક્શન જૅક્સન અજય : જાણો અનનૉન ફૅક્ટ્સ

મુંબઈ, 2 એપ્રિલ : બૉલીવુડ એક્શન હીરો અજય દેવગણ આજે 45 વરસનાં થઈ ગયાં. 2જી એપ્રિલ, 1969ના રોજ નવી દિલ્હી ખાતે વીણા તથા વીરૂ દેવગણના ઘરે જન્મેલા અજય દેવગણ સુપરસ્ટારોની આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોસ્ટ ટૅલેન્ટેડ અને સૉફ્ટ એક્ટર છે. અજયની છેલ્લા એક વર્ષમાં કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ, પરંતુ 45 વર્ષનો આ હીરો આજે પણ એક્શન હીરો જ છે અને તેમની આગામી ફિલ્મોમાં એક્શન જૅક્સન જેવી ફિલ્મનો સમાવેશ થાય છે.

અજય દેવગણના પિતા વીરૂ દેવગણ બૉલીવુડના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર છે, તો માતા વીણા દેવગણ ફિલ્મ નિર્માતા છે. માતા-પિતા ઉપરાંત અજયના પત્ની કાજોલ પણ બૉલીવુડની જાણીતી અભિનેત્રીઓમાંના એક છે.

અજય દેવગણે અભિનેતા તરીકે ફૂલ ઔર કાંટે ફિલ્મ દ્વારા પોતાની સફરની શરુઆત કરી હતી. નવેમ્બર-1991માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં મધુ તેમના હીરોઇન હતાં. અજયને આ ફિલ્મ માટે બેસ્ટ મેલ ન્યુકમરનો ઍવૉર્ડ મળ્યો હતો. જોકે અજયની પ્રથમ બૉલીવુડ ફિલ્મ પ્યારી બહેના (1985) હતી કે જેમાં તેઓ બાળ કલાકાર હતાં. અજયે ઓમકારા તથા ઝખ્મ જેવી ફિલ્મોમાં ગંભીર પાત્રો પણ ભજવ્યા હતાં.

છેલ્લા કેટલાંક વરસથી અજય દેવગણ અનેક પ્રકારના રોલ્સ કરતાં નજરે પડે છે. ખાસ કરીને સિંઘમ અને સન ઑફ સરદાર જેવી ફિલ્મોમાં તેમનો રોલ ખૂબ લોકપ્રિય થયો. જોકે ગત વર્ષે માર્ચમાં રિલીઝ થયેલી તેમની ફિલ્મ હિમ્મતવાલા ફ્લૉપ સાબિત થઈ હતી. હિમ્મતવાલા પછી અજયની કોઈ નવી ફિલ્મ આવી નથી. જોકે તેમની આગામી ફિલ્મોમાં સિંઘમ 2, સરગના, એક્શન જૅક્સન, નિશાદ, પાવર, ગુલેલ તથા મિસ્ટર ફ્રૉડનો સમાવેશ થાય છે.

ચાલો તસવીરો સાથે જાણીએ અજય દેવગણ વિશે કેટલાક અનનૉન ફૅક્ટ્સ :

બાળ કલાકાર તરીકે શરુઆત

બાળ કલાકાર તરીકે શરુઆત

અજય દેવગણે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત પ્યારી બહેના ફિલ્મ દ્વારા કરી હતી. 1985માં આવેલ આ ફિલ્મમાં અજય બાળ કલાકાર હતાં.

માતા-પિતા પણ પ્રસિદ્ધ

માતા-પિતા પણ પ્રસિદ્ધ

અજય દેવગણના પિતા વીરૂ દેવગણ બૉલીવુડના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર છે, તો માતા વીણા દેવગણ ફિલ્મ નિર્માતા છે.

ફૂલ ઔર કાંટે પ્રથમ ફિલ્મ

ફૂલ ઔર કાંટે પ્રથમ ફિલ્મ

અજયે અભિનેતા તરીકે પ્રથમ ફિલ્મ ફૂલ ઔર કાંટે કરી હતી. તેમાં તેમની હીરોઇન મધુ હતાં.

કાજોલ હમસફર

કાજોલ હમસફર

અજયને પ્રસિદ્ધ માતા-પિતા ઉપરાંત પ્રસિદ્ધ અને કાબેલ પત્ની તરીકે કાજોલ મળ્યાં છે. કહે છે કે અજય અગાઉ કરિશ્મા કપૂર સાથે ડેટિંગ કરતા હતાં.

નવા એક્શન હીરો

નવા એક્શન હીરો

ફૂલ ઔર કાંટે રિલીઝ થતાં એમ કહેવામાં આવ્યું કે આ ફિલ્મે બૉલીવુડને નવો એક્શન હીરો આપ્યો છે.

કરણ અર્જુનમાં અજય હોત

કરણ અર્જુનમાં અજય હોત

કરણ અર્જુન ફિલ્મમાં સલમાન ખાનનો રોલ અજયને મળવાનો હતો.

ડરમાં પણ અજયને તક હતી

ડરમાં પણ અજયને તક હતી

એવી જ રીતે જ્યારે યશ ચોપરાની ડર ફિલ્મમાં શાહરુખ ખાનનો રોલ પણ અજયને મળવાનો હતો કે જેમાંથી અગાઉ આમિર ખાન ખસી ગયા હતાં.

દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ

દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ

અજય દેવગણે પત્ની કાજોલ સાથે યૂ મી ઔર હમ (2008) દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો.

પ્રથમ નિર્મિત રાજૂ ચાચા

પ્રથમ નિર્મિત રાજૂ ચાચા

સને 2000માં અજયે પોતાની પ્રોડક્શન કમ્પની અજય દેવગણ ફિલ્મ્સ પ્રોડક્શનની સ્થાપના કરી. તેની પ્રથમ ફિલ્મ રાજૂ ચાચા હતી.

ખુશમિજાજ વ્યક્તિ

ખુશમિજાજ વ્યક્તિ

અજય દેવગણ રીયલ લાઇફમાં એક ખુશમિજાજ વ્યક્તિ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X