સિંઘમ 2ના ઑડિયો લૉન્ચિંગમાં ભાગ લેશે અજય દેવગણ
મુંબઈ, 25 મે : બૉલીવુડ અભિનેતા અજય દેવગણ, દિગ્દર્શક રોહિત શેટ્ટી તથા કન્નડ ફિલ્મોના અભિનેતા કિચ્ચા સુદીપ આગામી 2જી જૂનના રોજ મારધાડથી ભરપૂર તામિળ ફિલ્મ સિંઘમ 2ના ઑડિયો લૉન્ચિંગ સમારંભમાં હાજર રહેશે. સિંઘમ 2 ફિલ્મના નાયક અભિનેતા સૂર્યા છે.

રોહિત શેટ્ટી, અજય દેવગણ તથા કિચ્ચા સુદીપ ફિલ્મની અન્ય ભાષાઓમાં રીમેક બનાવવાના કારણે તેનાથી જોડાયેલા છે. ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે ત્રણેને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયાં છે.
નોંધનીય છે કે અજય દેવગણ તામિળ ફિલ્મ સિંઘમની હિન્દી રીમેકના નાયક હતાં અને રોહિત શેટ્ટી તેના દિગ્દર્શક હતાં, જ્યારે સુદીપ કન્નડ રીમેકના નાયક હતાં. સિંઘમ 2 ફિલ્મ સિંઘમની સિક્વલ છે અને અભિનેતા સૂર્યા ફિલ્મમાં બહાદુર પોલીસ વાળાના રોલમાં છે.












Click it and Unblock the Notifications
