For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયા

અક્ષયે હાલમાં જ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોની મદદ માટે 45 લાખ રૂપિયા દાન કર્યા છે

|
Google Oneindia Gujarati News

બૉલિવુડના ખેલાડી અક્ષય કુમાર લોકોની મદદનો કોઈ મોકો નથી છોડી રહ્યા. ભલે તે વાત ખેડૂતોની હોય કે સેનાના જવાનોના પરિવારવાળાની. અક્ષય મદદ માટે હંમેશા આગળ આવે છે અને લોકોની મદદ કરે છે. હાલમાં જ તેમણે કોરોના સંકટ વચ્ચે પીએમ કેર્સ ફંડમાં 25 કરોડ રૂપિયા દાનમાં આપ્યા અને બીએમસીને 3 કરોડનુ દાન કર્યુ. હવે અક્ષયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોની મદદ માટે પોતાના હાથ આગળ કર્યા છે. અક્ષયે હાલમાં જ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકોની મદદ માટે 45 લાખ રૂપિયા દાન કર્યા છે.

લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા

લોકોની મદદ માટે હંમેશા આગળ રહ્યા

અક્ષય કુમારે હંમેશાથી લોકોની મદદ કરી છે. લૉકડાઉનના કારણે ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરનાર ઠપ્પ પડ્યુ છે. એવામાં ઘણા લોકો છે જેમની નોકરી જતી રહી છે. આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા એવા ઘણા વર્કર્સ છે જેમની રોજીરોટી ટીવી અને ફિલ્મ પ્રોડક્શનમાં કામ કરવાથી ચાલે છે પરંતુ લૉકડાઉનના કારણે તે મુશ્કેલીમાં ફસાયેલા છે. આવા લોકોની મદદ માટે અક્ષય કુમારે 45 લાખ રૂપિયાનુ દાન CINTAAને આપ્યુ છે.

સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને આપ્યા 45 લાખ

સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશને આપ્યા 45 લાખ

અક્ષય કુમારે સિને અને ટીવી આર્ટિસ્ટ એસોસિએશનમાં 45 લાખ રૂપિયાનુ દાન આપ્યુ છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન સિન્ટાના સીનિયર જોઈન્ટ સેક્રેટરી અને ટીવી કલાકાર અમિત બહેલે ખુદ આ અંગેની પુષ્ટિ કરી છે. અમિતે માહિતી આપી કે સિન્યાના સભ્ય અયૂબ ખાને ઈન્ડસ્ટ્રીના લોકો પર ખાસ કરીને પ્રોડક્શનમાં કામ કરતા લોકો પર આવેલ નોકરી સંકટ અને આર્થિક મુશ્કેલીની વાત જાવેદ જાફરી સાથે કરી. આ વાત જ્યારે અક્ષય કુમાર સુધી પહોંચી તો તેમણે આવા લોકોની લિસ્ટ માંગી અને 1500 લોકોના ખાતામાં 3000 રૂપિયા ટ્રાન્સફર કરીને કુલ 45 લાખ રૂપિયાની મદદ કરી.

અક્ષયે શરૂ કર્યુ શૂટિંગ

અક્ષયે શરૂ કર્યુ શૂટિંગ

અક્ષયે લોકોને ભરોસો અપાવ્યો કે જરૂરરિયાત પડી તો તે આગળ પણ લોકોની મદદ કરશે. વળી, અક્ષય કુમારે લૉકડાઉન વચ્ચે હવે શૂટિંગ શરૂ કરી દીધુ છે. અક્ષય એવા પહેલા કલાકાર છે જેમણે લૉકડાઉન વચ્ચે સૌથી પહેલા શૂટિંગ શરૂ કર્યુ છે. તે એક એડ ફિલ્મનુ શૂટિંગ કરી રહ્યા છે. જો કે શૂટિંગ દરમિયાન બધી ગાઈડલાઈન્સને ફોલો કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ યથાવત, 24 કલાકમાં 105ના મોતમહારાષ્ટ્રમાં કોરોનાનુ તાંડવ યથાવત, 24 કલાકમાં 105ના મોત

English summary
Akshay Kumar Donate Rs 45 Lakh to CINTAA, Transfer Rs 3000 to 1500 people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X