First Look: 2016 માટે પણ તૈયાર છે અક્ષય, થશે જોરદાર ધમાકો!
(બોલીવુડ ન્યૂઝ) ફિલ્મ બ્રધર્સની બેજોડ સફળતા બાદ હવે અક્ષયકુમાર હાઉસફુલ-3ના શુટીંગમાં વ્યસ્ત થઈ જશે. જી હા, હાઉસફુલ 3...કે જે ફિલ્મની દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. હાઉસફુલ-1 અને હાઉસફુલ-2માં નિર્દેશકે દર્શકોને ખુબ જ હસાવ્યા છે. તો દર્શકોને ફરી એકવખત લોટપોટ કરવા આ સીરીઝની ફિલ્મ હાઉસફુલ-3 વર્ષ 2016માં રીલીઝ થવાની સંભાવના છે.

હાઉસફુલ-3માં અક્ષય કુમારની સાથે રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, જૈકલીન ફર્નાડીઝ, નરગીસ ફખરી અને લીઝા હેડન પણ મુખ્ય રોલમાં હશે.
આ ફિલ્મમાં અભિષેક બચ્ચન પણ જોવા મળશે, જે પાછલી બંને હાઉસફુલમાં ન હોતા જોવા મળ્યા. જો કે પોસ્ટર્સ પરથી એવી આશા રાખી શકાય કે સાજીદ-ફરહાદની જોડી દર્શકોને ફરી એક વખત હસાવવામાં સફળ રહેશે.
કહેવાઈ રહ્યું છે કે આ ફિલ્મ ઘણાં આયામોને લઈને ખાસ હશે. જ્યાં હશે ઘણી મસ્તી, હંગામો અને ફ્યુઝન.........












Click it and Unblock the Notifications
