અક્ષયે 'ટૉયલેટ એક પ્રેમ કથા' અંગે પીએમને આપી જાણકારી

Written By:
Subscribe to Oneindia News

નેશનલ એવોર્ડ વિનર અક્ષય કુમાર ફરી એકવાર ચર્ચામાં છે. તેમણે દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી પોતાની આગામી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા' અંગે જાણકારી આપી છે. અક્ષય કુમારે જાતે ટ્વીટર પર એક તસવીર શેર કરતાં આ વાત જણાવી છે. અક્ષયે લખ્યું છે, મારી ફિલ્મનું ટાઇટલ સાંભળીને વડાપ્રધાને જે સ્માઇલ આપી એનીથી મારો દિવસ સુધરી ગયો.

akshay kumar pm modi

અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ 'ટૉયલેટ એક પ્રેમ કથા' અંગે ખૂબ સિરિયસ છે. અન્ય રસપ્રદ વાત એ છે કે, નરેન્દ્ર મોદી જ્યારથી પીએમ બન્યા છે ત્યારથી તેમની પહેલી પ્રાથમિકતા છે, દરેક ઘરમાં શૌચાલય બનાવડાવવું અને લોકોને તેનો ઉપયોગ કરતા કરવા.

અક્ષય કુમારની આ ફિલ્મ દર્શકોને સરકારના વિઝનને વધુ સ્પષ્ટ રીતે દેખાડવામાં મદદરૂપ બને એમ લાગી રહ્યું છે. આજે ફિલ્મો એ માસ કોમ્યૂનિકેશનનો સૌથી ઝડપી, વ્યાપ્ત અને શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ મુલાકાતમાં અક્ષય કુમારે વડાપ્રધાનને મળી આ ફિલ્મ અંગેની તમામ જાણકારી આપી.

આ પહેલા પણ અક્ષય કુમારે ભારતમાં શૌચાલયની સ્થિતિ અંગે એક વીડિયો શેર કર્યો હતો અને તેંમા ચોંકાવનારા આંકડા જાહેર કર્યા હતા. તેમણે આ વીડિયોમાં સૌને પોતાના ઘરમાં શૌચાલય બનાવડાવવાની વિનંતી કરી હતી.

આ વાત પરથી જ સ્પષ્ટ થાય છે કે, અન્ય બોલિવૂડ એક્ટર્સની માફક અક્ષય પણ પોતાની ફિલ્મોના પ્રમોશનમાં ખૂબ પાવરધા થઇ ગયા છે. તેમણે ખૂબ હોંશિયારીપૂર્વક અલગ જ રીત સાથે પોતાની આગામી ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

English summary
Akshay Kumar meet PM Modi informed him about Toilet Ek Prem Katha.
Please Wait while comments are loading...