જોકરની નિષ્ફળતા બદલ અક્ષય પાસેથી વળતર માંગતા શિરીષ કુંદર
મુંબઈ, 15 સપ્ટેમ્બર : ફિલ્મ જોકરની નિષ્ફળતાનો સમગ્ર દોષ નિર્માતા-નિર્દેશક શિરીષ કુંદરે અક્ષય કુમારને માથે ઢોળ્યો છે. અક્ષયે ફિલ્મના પ્રચારમાં ખાસ ભાગ નહોતો લીધો અને તેને જ ફિલ્મની નિષ્ફળતા માટે જવાબદાર ગણી શિરીષે અક્ષય પાસે વળતરની માગણી કરી છે.

કોરિયોગ્રાફર ફરહા ખાનના પતિ શિરીષ કુંદરની જોકરે બૉક્સ ઑફિસ ઉપર પાણી પણ નથી માંગ્યું. ફિલ્મ બહુ ખરાબ રીતે પિટાઈ ગઈ. તેને માટે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે ફિલ્મના હીરો અક્ષય કુમારને. અક્ષય કુમારે ફિલ્મના પ્રમોશનમાં બિલ્કુલ ભાગ ન લીધો.
કહેવાય છે કે અક્ષય કુમારના આવા વર્તનથી નારાજ શિરીષ કુંદરે અક્ષય કુમાર (ગેલેરી) પાસે વળતરની માંગણી કરી છે.
જોકે એમ જણાવવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર તે વખતે પોતાના સસરા સુપરસ્ટાર રાજેશ ખન્નાની બીમારી અને પછી તેમના મોતને કારણે ઘણાં પરેશાન હતાં. પોતાની પર્સનલ લાઇફમાં ઘણાં શોકમગ્ન હોવાને કારણે અક્ષય કુમારે ફિલ્મના પ્રમોશનમાં ભાગ નહોતો લીધો.
પરંતુ આંતરિક માહિતી ધરાવતા લોકો કહે છે કે અક્ષયને પહેલાથી જ ખબર હતી કે ફિલ્મ નહિં ચાલે. તેથી અક્ષય કુમાર પ્રમોશનથી અળગા રહ્યાં.
હવે કારણ જે કઈં હોય, પણ વાસ્તવિકતા તો એ જ છે કે અક્ષય કુમારે ફિલ્મના પ્રચારમાં ભાગ નહોતો લીધો અને ફિલ્મ લોકોની નજરોમાં ધૂળ સમાન સિદ્ધ થઈ. જોઇએ કે શિરીષ કુંદર હવે શું કરે છે? શિરીષની આ વાતનો અક્ષય કુમાર શું જવાબ આપે છે?












Click it and Unblock the Notifications
