અક્ષય કુમારે પોતાના જન્મદિવસે 'ગોલ્ડ'નો ફર્સ્ટ લુક શેર કર્યો

Written By:
Subscribe to Oneindia News

અક્ષય કુમાર શુક્રવારે પોતાના 50મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છો ત્યારે તેના ફેન્સને અક્ષય કુમારે અક સુંદર ભેટ સ્વરૂપે તેની આવનારી ફિલ્મનુ પોસ્ટર શેર કર્યુ છે. અક્ષયની આવનારી ફિલ્મ 'ગોલ્ડ'નુ ફર્સ્ટ લૂક તેને શેર કર્યુ છે. જેથી તેના ચાહકોમાં આનંદના લાગણી છવાઈ હતી. 50 વર્ષના અક્ષય કુમાર હાલ અક પછી એક સફળતાઓ પાર કરી રહ્યા છે ત્યારે તેની ઘણના બોલીવૂડના ખાન કરતા ઘણી અલગ બહાર આવી રહી છે. પહેલા એકશન, કોમેટી, ડ્રામા બાદ સામાજિક મુદ્દાઓ સાથે તેમનો અભિનય તેમની બોલીવૂડમાં અલગ છાપ પાડે છે.

'ગોલ્ડ'નો ફર્સ્ટ લૂક

'ગોલ્ડ'નો ફર્સ્ટ લૂક

અક્ષય કુમારનની ફિલ્મ 'ગોલ્ડ' વર્ષ 2018ની 15મી ઓગસ્ટના રોજ રિલિઝ થવાની છે, જેનો ફર્સ્ટ લૂક અક્ષયે તેને જન્મદિવસે શેર કર્યો છે. આ ફિલ્મથી ટીવી સ્ટાર મૌની રૉય મોટા પડદે ડેબ્યુ કરી રહી છે. અક્ષયની નવી ફિલ્મના આ પોસ્ટમાં ઓલમ્પિકના સિમ્બોલ સાથે 1947 લખેલું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ આપણી રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત છે.

ટ્વિંકલ ખન્નાએ આ રીતે કર્યું વિશ

ટ્વિંકલ ખન્નાએ આ રીતે કર્યું વિશ

અક્ષય કુમાર હાલ પોતાની પત્ની ટ્વિંકલ અને મિત્રો ગાયત્રી તથા વિકાસ સાથે વિદેશમાં વેકેશનની મજા માણી રહ્યાં છે. ટ્વિંકલ ખન્નાએ આ ટ્રિપનો એક ફોટો શેર કરતાં પતિ અક્ષય કુમાર અને વિકાસને બર્થ ડે વિશ કર્યું હતું. સ્વેદસ ફિલ્મમાં શાહરૂખ ખાન સામે જોવા મળેલ ગાયત્રી ટ્વિંકલની સારી મિત્ર છે અને તેના પતિ વિકાસનો બર્થ ડે પણ 9 સપ્ટેમ્બર જ છે.

અક્ષયનો બદલાતો અંદાજ

અક્ષયનો બદલાતો અંદાજ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમારે પગ મુક્યો ત્યારે તેઓ પોતાની એક્શન ફિલ્મો માટે ખૂબ જાણીતા થયા હતા. પોતાની યુવાનીના દિવસોમાં અક્ષય પોતાના અફેર્સ માટે પણ સતત ચર્ચામાં રહેતા હતા. પરંતુ બોલિવૂડમાં અક્ષય કુમારની બીજી ઇનિંગ ઘણી ધમાકેદાર રહી. એક્શન ફિલ્મોનો ટ્રેન્ડ પૂરો થતાં અક્ષયે 'આવારા પાગલ દિવાના' અને 'હેરાફેરી' જેવી ફિલ્મોમાં મોટા પડદે જોવા મળ્યા અને છવાઇ ગયા. આજે અક્ષય કુમાર બોલિવૂડના સૌથી વર્સેટાઇલ એક્ટર્સમાંના એક ગણાય છે.

કોમેડીની સાથે સામાજીક સમસ્યાની પણ વાત

કોમેડીની સાથે સામાજીક સમસ્યાની પણ વાત

કોમેડી ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ હાલ તેઓ દેશભક્તિ અને સમાજિક સંદેશ આપતી ફિલ્મોમાં જોવા મળી રહ્યાં છે અને તેમની આ ફિલ્મો સુપરહિટ જાય છે. અક્ષય કુમારે રૂસ્તમ, બેબી, એરલિફ્ટ, ગબ્બર ઇઝ બેક, હોલિડે, ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મો આપી છે અને આ બધી ફિલ્મો હિટ પણ રહી છે. આજે અક્ષય કુમાર બોલિવૂડના આધુનિક મનોજ કુમાર કહેવાઇ રહ્યાં છે. અક્ષય કુમારની આગામી બંને ફિલ્મો પણ આ જ શ્રેણીમાં છે, 'પેડમેન' એક સામાજિક સંદેશ આપતી ફિલ્મ છે, જ્યારે 'ગોલ્ડ' હોકી પર આધારિત ફિલ્મ છે.

નેશનલ એવોર્ડ વિનર

નેશનલ એવોર્ડ વિનર

બોલિવૂડમાં અક્ષય કુમાર એક આઉટસાઇડર છે અને તેમણે કોઇ પણ જાતના ગોડફાધરની મદદ વિના સફળતા મેળવી છે. બોલિવૂડના એવોર્ડ ફંક્શનમાં અક્ષયને ભલે એવોર્ડ ન મળતા હોય, પરંતુ 64મા નેશનલ એવોર્ડ સમારંભમાં ફિલ્મ 'રૂસ્તમ' અને 'એરલિફ્ટ' માટે અક્ષયને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો. બોલિવૂડના સૌથી વધુ કમાણી કરતા એક્ટર્સના લિસ્ટમાં પણ અક્ષયનું નામ હંમેશા મોખરે જોવા મળે છે. આજે જ્યારે શાહરૂખની 'જબ હેરી મેટ સેજલ' અને સલમાનની 'ટ્યૂબલાઇટ' જેવી ફિલ્મો ફ્લોપ જઇ રહી છે, એવામાં અક્ષય કુમાર સફળતાની ગેરેન્ટિ આપતા એક્ટર બન્યા છે.

English summary
Akshay Kumar shared the first look of ''gold'' on his birthday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.