For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : કૅટ સાથે વધુ ક્યૂટ લાગતી સ્ટુડન્ટ ગર્લ!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 જાન્યુઆરી : લાગે છે કે મહેશ ભટ્ટની સૌથી નાની દીકરી આલિયા ભટ્ટને બિલાડી સાથે બહુ પ્રેમ છે. એટલે જ તો આ સ્ટુડન્ટ ગર્લે તાજેતરમાં એક હૉટ એન્ડ બોલ્ડ પોઝ આપ્યો છે કે જેમાં તેઓ બિલાડી સાથે દેખાઈ રહ્યાં છે.

આલિયા ભટ્ટ બૉલીવુડમાં નવોદિત અભિનેત્રી છે. કરણ જૌહર નિર્મિત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે બૉલીવુડમાં પ્રવેશ કરનાર આલિયા ભટ્ટ બૉલીવુડમાં સ્ટુડન્ટ ગર્લ તરીકે જાણીતા છે અને તેમનો બિલાડી પ્રેમ વધુ એક વાર છતો થયો છે. આલિયા ભટ્ટની આ લેટેસ્ટ તસવીરમાં તેઓ કૅટ સાથે વધુ ક્યૂટ દેખાઈ રહ્યાં છે. આ અગાઉ આલિયા ભટ્ટ ડબ્બુ રત્નાનીના કૅલેન્ડરમાં પણ કૅટ સાથે દેખાયા હતાં.

બૉલીવુડમાં મહેશ ભટ્ટ જેવા નિર્માતા-દિગ્દર્શક પિતા અને પૂજા ભટ્ટ જેવા નિર્માત્રી-અભિનેત્રી બહેન હોવા છતાં આલિયાએ પોતાના બળે સ્થાન જમાવ્યું છે. તેમણે અભિનય કૅરિયરની શરુઆત ભટ્ટ કૅમ્પથી નહીં, પણ કરણ જૌહર સાથે કરી અને તેમને સફળતા પણ મળી. આલિયા ટુંકમાં જ હાઈવે અને 2 સ્ટેટ્સ જેવી ફિલ્મોમાં દેખાવાનાં છે.

આવો આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કૅટ સાથે ક્યૂટ

કૅટ સાથે ક્યૂટ

આલિયા ભટ્ટની લેટેસ્ટ તસવીર સામે આવી છે કે જેમાં તેઓ બોલ્ડ અંદાજમાં બિલાડી સાથે દેખાઈ રહ્યાં છે.

ડબ્બુ રત્નાની

ડબ્બુ રત્નાની

આ અગાઉ આલિયા ભટ્ટ ડબ્બુ રત્નાનીના 2014ના કૅલેન્ડરમાં ન્યુડ દેખાયા હતાં અને તેમાં પણ તેમની સાથે બિલાડી તો હતી જ.

સ્ટુડન્ટ ગર્લ

સ્ટુડન્ટ ગર્લ

આલિયા ભટ્ટે બૉલીવુડ કૅરિયરની શરુઆત સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે કરી હતી. ફિલ્મની સફળતા બાદ તેઓ બૉલીવુડમાં સ્ટુડન્ટ ગર્લ તરીકે સ્થાપિત થઈ ગયાં.

હાઈવેમાં વ્યસ્ત

હાઈવેમાં વ્યસ્ત

આલિયા ભટ્ટ આજકાલ ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેમની આગામી ફિલ્મોમાં 2 સ્ટેટ્સનો સમાવેશ થાય છે.

હાઈવે ખાસ

હાઈવે ખાસ

આલિયા ભટ્ટ માટે હાઈવે ફિલ્મ ખૂબ જ ખાસ છે, કારણ કે આ ફિલ્મ દરમિયાન તેમણે અનેક સ્થળોએ ફરીને શૂટિંગ કર્યું છે અને દરેક વાતાવરણને અનુકૂળ પોતાની જાતને કરી છે.

પરિણીતીથી ઈર્ષ્યા

પરિણીતીથી ઈર્ષ્યા

આલિયા ભટ્ટે તાજેતરમાં એક ખૂબ જ ખાસ વાત જાહેર કરી કૉફી વિથ કરણ શો દરમિયાન. આલિયાએ જણાવ્યું કે તેમને પરિણીતી ચોપરા સામે ઈર્ષ્યા થઈ આવે છે, કારણ કે પરિણીતી એક ખૂબ જ સારા અને બહેતરીન અભિનેત્રી છે.

સિંગર આલિયા

સિંગર આલિયા

આલિયા ભટ્ટ રહમાનનો આભાર વ્યક્ત કરે છે કે જેમણે હાઈવે ફિલ્મમાં તેમને ગીત ગાવાની તક આપી.

English summary
Alia Bhatt recently poses with a cat. Alia Bhatt busy in promotion of her upcoming movie Highway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X