આઈબીએફડબ્લ્યૂમાં રૅમ્પ પર ઉતરશે આલિયા
નવી દિલ્હી, 12 જુલાઈ : યુવાન બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ઇન્ડિયા બ્રાઇડલ ફૅશન વીક (આઈબીએફડબ્લ્યૂ)ના વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલની જ્વૅલરી બ્રાન્ડ અજવાના પ્રદર્શન માટે રૅમ્પ ઉપર ઉતરશે.

આગામી 23મી જુલાઈથી દક્ષિણ દિલ્હીની ધ ગ્રાન્ડ હોટેલ ખાતે શરૂ થનાર છ દિવસીય આ કાર્યક્રમમાં આલિયા ભટ્ટ છેલ્લા દિવસે રૅમ્પ ઉપર ચાલશે. બ્રાન્ડના સંકલિત દાગીનાઓ મૅરેજ વિષય પર આધારિત હશે. વર્લ્ડ ગોલ્ડ કાઉંસિલ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના નિયામક (દાગીના) વિપિન શર્માએ આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે દરેક ડિઝાઇન આધુનિક દુલ્હન તથા સમકાલીન શૈલીને ધ્યાનમાં રાખી બનાવાઈ છે. આલિયા ભટ્ટ ડિઝાઇનોને સારી રીતે સમજે છે. તેઓ ફુર્તિલા છે, યુવાન છે અને અમે જે બતાવવા માંગીએ છે, તેના માટે તેઓ યોગ્ય છે.(જરૂર વાંચો : આયેશા કે આલિયા : પ્રસિદ્ધિ માટે પારદર્શિતા!)
જાણીતા ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટના પુત્રી આલિયાએ ગત વર્ષે સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મ સાથે પોતાનું ફિલ્મી કૅરિયર શરૂ કર્યુ હતું. તેઓ હાલ ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં છે. ફિલ્મમાં રણદીપ હુડા સાથે તેઓ દેખાશે. આ ફિલ્મ 13મી ડિસેમ્બરે રિલીઝ થશે. આલિયા ભટ્ટ પાસે અભિષેક વર્મનની ફિલ્મ ટૂ સ્ટેટ્સ પણ છે કે જેમાં તેઓ અર્જુન કપૂર સાથે નજરે પડશે.












Click it and Unblock the Notifications
