EXCLUSIVE આયેશા કે આલિયા : પ્રસિદ્ધિ માટે પારદર્શિતા!
અમદાવાદ, 20 ફેબ્રુઆરી : હાલમાં આલિયા ભટ્ટ ખૂબ જ ચર્ચામાં છે. તેમની પ્રથમ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા બૉલીવુડમાં આગમન કરનાર આલિયા ભટ્ટ આજકાલ ચર્ચામાં પોતાની કોઈ ફિલ્મના કારણે નહીં, પણ પોતાની વધુમાં વધુ થતી બોલ્ડ ઈમેજના કારણે છે. તેમાંય આલિયાએ તાજેતરમાં એક ફંક્શનમાં એવી પોશાક પહેરી પદાર્પણ કર્યું કે તમામ હાજર લોકોનું ધ્યાન તેમની તરફ ખેંચાયા વગર રહી જ ન શકે.
હવે મીડિયાની ભાષામાં તો આલિયા ભટ્ટની આવી તસવીરો સાથે હૅડિંગ કંઈક એવો જ હોય કે આલિયા ભટ્ટ ટ્રાંસપરેંટ એટલે કે પારદર્શી ડ્રેસ સાથે કૅમેરે કેદ થયાં. અરે ભાઈ... તેઓ કેદ થયાં છે કે હાથે કરીને ગાળિયે ફસાયા, એ તો સમજદાર માટે ઇશારો જ કાફી હોય છે.
હકીકતમાં આલિયા ભટ્ટ હોય કે તેમની પહેલા આવી રીતે કૅમેરે ઝડપાયેલી અન્ય અભિનેત્રીઓ આયેશ ટાકિયા, કૅટરીના કૈફ, કરીના કપૂર કે પછી વિદ્યા બાલન હોય. હકીકતમાં વૉર્ડરોબ માલફંક્શનની બાબતમાં જેમ અભિનેત્રીઓ ભોગ બનતી નથી પણ બનવા આતુર હોય છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે, તેવી જ રીતે આવી પારદર્શિતા પાછળનો ઇરાદો પણ સીધે-સીધો પ્રસિદ્ધિ માટે જ હોઈ શકે.
જાણીતા નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટના પુત્રી હોય અને આલિયા ભટ્ટ આવું કામ ન કરે, તો કદાચ મહેશ ભટ્ટ કે તેમને પણ છાજે નહીં. જોકે આલિયાએ કોઈ નવુ પરાક્રમ નથી કર્યું. તેમની પહેલા પણ અભિનેત્રીઓ જાહેરમાં એવાં પારદર્શી કપડાં સાથે આવતી રહી છે કે જેમના માટે કૅમેરામાં ઝડપાયાં જેવા ટાઇટલ્સનો યૂઝ કરાય છે, પરંતુ હકીકતમાં આવી પારદર્શિતા બતાવવા પાછળનો હેતુ માત્ર અને માત્ર પ્રસિદ્ધિ જ હોઈ શકે, ફિલ્મોમાં અભિનેત્રીઓ દૃશ્યની માંગ કહી પારદર્શી કપડાં પહેરે કે પછી આખાને આખા ઉતારી નાંખે, તે જોવાનો વિષય નિર્માતા-દિગ્દર્શક અને છેલ્લે સેંસર બોર્ડનો છે, પરંતુ જાહેર કાર્યક્રમોને આવી અભિનેત્રીઓએ પોતાની પ્રસિદ્ધિ માટેનો મંચ ન બનાવવો જોઇએ. (આ પણ વાંચો : આ શિકાર માટે જવાબદાર કોણ? અને જ્યારે સમ્પૂર્ણ વસ્ત્ર પણ ખૂટી પડ્યું)
આવો આપણે તસવીરોમાં જોઇએ આયેશા ટાકિયાથી આલિયા ભટ્ટ સુધી અને દરમિયાન કઈ-કઈ અભિનેત્રીઓ આવાં પારદર્શી કપડાં સાથે જાહેરમાં આવી છે અને કથિત રીતે કૅમેરે ઝડપાઈ છે.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
આલિયા ભટ્ટ.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
અનુષ્કા શર્મા અને અમીષા પટેલ.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
આયેશા ટાકિયા.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
બિપાશા બાસુ.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
જૅકલીન ફર્નાન્ડીઝ અને દીપિકા પાદુકોણે.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
કાજલ અગ્રવાલ અને કંગના રાણાવત.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
કરીના કપૂર.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
કૅટરીના કૈફ.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
મલ્લિકા શેરાવત અને કાશ્મીરા શાહ.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
મનીષા કોઈરાલા.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
પરિણીતી ચોપરા.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
સમીરા રેડ્ડી.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
શ્રિયા સરન અને રવીના ટંડન.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
સોનાલી કુલકર્ણી અને સોફી ચૌધરી.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
તનીષા મુખર્જી અને વિદ્યા બાલન.

કૅમેરે ઝડપાવા આતુર અભિનેત્રીઓ
શર્લિન ચોપરા












Click it and Unblock the Notifications
