For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વૉર્ડરોબ માલફંક્શન : આ ‘શિકાર’ માટે જવાબદાર કોણ ?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 જાન્યુઆરી : વૉર્ડરોબ માલફંક્શન. સામાન્ય રીતે આ શબ્દ આપણને બૉલીવુડ અને હૉલીવુડના સમાચારોમાં વાંચવા મળે છે અને આ શબ્દ સાથેના સમાચારમાં પ્રસિદ્ધ થયેલ ફોટો કે વીડિયો પણ લોકો ખૂબ રસ લઈને જોતાં હોય છે. આવા સમાચારની ખાસિયત એ હોય છે કે જે વ્યક્તિના સમાચાર હોય છે, તેને ભોગ બનેલ એટલે કે શિકાર થયેલ તરીકે દર્શાવાય છે અને મોટાભાગે તેમાં સ્ત્રી જ હોય છે અને તે પણ અભિનેત્રીઓ કે સેલિબ્રિટીઓ જ હોય છે, કારણ કે સામાન્ય જાહેરજીવનમાં કોઈ પણ સામાન્ય રીતે આવી રીતે ભોગ બનતી જ નથી.

શું છે આ વૉર્ડરોબ માલફંક્શન? અને શા માટે અભિેનત્રીઓ કે સેલિબ્રિટીઓ સાથે જ્યારે શબ્દ જોડાય છે, ત્યારે તેમને ભોગ બનેલ તરીકે પ્રચારિત-પ્રસારિત કરાય છે. શાબ્દિક અર્થમાં ઉતરીએ, તો વૉર્ડરોબ માલફંક્શનનો મતલબ થાય છે કબાટમાં ખરાબી. હવે વિચાર તો કરો કે કબાટમાં ખરાબી હોય, તો તેના માટે જવાબદાર કોને ઠેરવવા જોઇએ? કબાટમાં ખરાબી હોય અને તેમાંથી ચોરી થઈ જાય, તો જવાબદાર કબાટને ઠેરવવું જોઇએ કે ચોરને?

હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. સામાન્ય રીતે બૉલીવુડ અને હૉલીવુડ જગત સાથે જોડાયેલ સમાચારોમાં કોઇક અભિનેત્રી વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવાના સમાચારો ખૂબ વંચાય છે. તેમાં પણ તાજેતરમાં જ ઝી સિને ઍવૉર્ડ્સમાં યામી ગૌતમ નામના મૉડેલ-સહ-અભિનેત્રી વૉર્ડરોબ માલફંક્શનના ભોગ બન્યાં. યામી કોઈ નવા શિકાર નથી. આ અગાઉ હૉલીવુડના પામેલા એન્ડર્સનથી માંડી બૉલીવુડના મલ્લિકા શેરાવત સહિત અનેક અભિનેત્રીઓ આ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ચુક્યાં છે.

પરંતુ આવા બનાવોમાં અભિનેત્રીઓએ ભોગ બનવા જેવી બાબત કઈ છે? અભિનેત્રીઓ કે સેલિબ્રિટીઓ જો આવા કોઈ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતી હોય, તો તેના માટે જવાબદાર કોણ છે? વૉર્ડરોબ માલફંક્શનને લઈને સામાન્ય રીતે એવું પણ કહેવાય છે કે અમુક સેલિબ્રિટીઓ પબ્લિસિટી સ્ટંટ માટે જાણીજોઈને આવો ભોગ બનવા તત્પર હોય છે, તો કેટલીક સેલિબ્રિટીઓ અજાણતાં પણ આવા વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની જતી હોય છે, પરંતુ વાત પાછી ત્યાં જ આવે છે કે આના માટે જવાબદાર કોને ઠેરવવાં?

ફરી એક વાર વૉર્ડરોબ માલફંક્શનના શાબ્દિક અર્થ સાથે વાસ્તવિકતાને સાંકળીએ, તો સ્પષ્ટ છે કે કબાટમાં ખોટ હોય કે ખરાબી હોય અને પછી ચોરી થાય, તો જવાબદાર ચોરને ઠેરવી શકાય નહીં. એમ ન કહી શકાય કે કબાટ ચોર કે ચોરીનો ભોગ બન્યું? આપણે કબાટમાં સુધારો કરી લેવો જોઇએ.

હા, જો કબાટમાં ખામી ન હોય અને ચોરી થાય, તો આપણે પોલીસ અને કાનૂન-વ્યવસ્થાને જવાબદાર ઠેરવી શકીએ, પરંતુ કબાટમાં ખોટ હોય, તો પહેલા આપણે કબાટની ખામી સુધારવી જોઇએ. (આ પણ વાંચો :આયેશા કે આલિયા : પ્રસિદ્ધિ માટે પારદર્શિતા! અને જ્યારે સમ્પૂર્ણ વસ્ત્ર પણ ખૂટી પડ્યું)

આ બાબત બૉલીવુડ-હૉલીવુડ સેલિબ્રિટીઓ માટે પણ ઉપયોગી છે. તેઓ જો સાચે જ ક્ષોભ અનુભવતાં હોય અને પોતે આવા ભોગ બનવા ન માંગતાં હોય, તો તેમણે જાહેરમાં ખોટકાઈ શકે તેવા કપડાં પહેરીને ન આવવું જોઇએ. જો તેઓ આવાં ખોટકાનાર કપડાં પહેરીને જાહેરમાં આવતાં હોય, તો પછી વૉર્ડરોબ માલફંક્શન માટે આ શબ્દના શાબ્દિક અર્થ પ્રમાણે તો તેમને જ જવાબદાર ઠેરવી શકાય? તેમના ફોટો પાડનાર કે તેમને જોનાર લોકોને જવાબદાર ઠેરવાય નહીં અને આ પ્રમાણે વૉર્ડરોબ માલફંક્શનના ભોગ બન્યાં જેવા હૅડિંગ્સ પણ અસાર્થક જ કહેવાય.

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

પ્રથમ તસવીર છે બૉલીવુડ અભિનેત્રી-સહ-મૉડેલ યામી ગૌતમની. ઝી સિને ઍવૉર્ડ્સ સમારંભમાં અચાનક યામી ગૌતમની ડ્રેસ સરકવા માંડી અને તેમના માટે શીર્ષક તૈયાર જ હતું - યામી ગૌતમ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં. બીજી તસવીરમાં મલ્લિકા શેરાવત પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન દરમિયાન આવી રીતે માલફંક્શનના કથિત ભોગ બન્યા હતાં.

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

તાજેતરમાં યોજાયેલ એક ફૅશન શોમાં બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પણ રૅમ્પ પર ચાલતાં-ચાલતાં કથિત રીતે માલફંક્શનના ભોગ બન્યા હતાં. ભોગ બનનાર પ્રત્યે તો લોકોના હૃદયમાં દયા ઉપજે, પરંતુ આ કેવું ભોગ બનવું છે કે લોકો રસ લઈને ભોગ બનનારને જુએ છે. કોણ છે તેના માટે જવાબદાર?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

પ્રથમ તસવીરમાં અદિતી રાવ હૈદરી છે કે જેઓ આ રીતે વૉર્ડરોબ માલફંક્શનના કથિત ભોગ બન્યાં, તો બીજી તસવીર કૅટરીના કૈફની છે. જોકે કૅટરીના આ બાબતમાં ખૂબ જ સાવધાન રહે છે. આમ છતાં, તેઓ પણ આ પ્રકારના શિકાર બની ચુક્યાં છે.

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

શિરીન ફરહાદ કી તો નિકલ પડી ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચેલા અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના કપડાં પ્રત્યે આટલાં બધા અભાન હોઈ શકે? મોટો પ્રશ્ન છે, પરંતુ શું કહી શકાય?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

પોતાની જાતને હૉટ અને સેક્સી કહેડાવવામાં ગર્વ અનુભવતાં પૂનમ પાન્ડેનું શું કહેવું? તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ ઑટોકાર શોમાં પૂનમ પાન્ડે પૅરોટ એ. આર. ડ્રોન 2.0 લૉન્ચ કરતાં-કરતાં જાણે રાહ જોતાં હતાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવાની.

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

એક ફંક્શનમાં સુષ્મિતા સેને પણ વૉર્ડરોબ માલફંક્શનનો કથિત ભોગ બનવું પડ્યુ હતું.

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

બિગ બી ખાનદાનના વહુ ઐશ્વર્યા રાય જ્યારે રાવણ ફિલ્મના મ્યુઝિક લૉન્ચ ફંક્શનમાં પહોંચ્યાં, તો લોકોની નજર તેમના આટલા ટુંકા બ્લાઉઝ ઉપર ચોંટી ગઈ. હવે આમાં ભોગ કઈ રીતે બનાવાય?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

વૉર્ડરોબ માલફંક્શન માટે જવાબદાર કોણ?

સીબીએસ ચૅનલ દ્વારા ગ્લૅમ દિવા ઍવૉર્ડ આપવા અંગેના ફંક્શનમાં પ્રિયંકા ચોપરા પણ આ રીતે વૉર્ડરોબ માલફંક્શનના કથિત ભોગ બન્યા હતાં.

English summary
Who is responsible for wardrobe maulfunction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X