રોમાંટિક શહેર પેરિસમાં જયા માટે બંગલો ખરીદતાં અમિતાભ

મુંબઈ, 20 સપ્ટેમ્બર : અમિતાભ બચ્ચન જેટલા સારા અભિનેતા છે, તેના કરતાં વધુ શોખીન માણસ પણ છે અને તેનાથીય વધુ એક સમર્પિત અને કૅરિંગ પતિ પણ છે કે જે પોતાના પત્ની જયા બચ્ચન સાથે બેપનાહ મહોબ્બત કરે છે. એટલે જ તો સિત્તેર વર્ષની વયે પણ તેમની મહોબ્બતમાં કોઈ ઓટ નથી આવી. તેનો તાજો દાખલો છે કે અમિતાભે જયા માટે પેરિસ શહેરમાં એક મોટું ઘર ખરીદ્યું છે.

amitabh-and-jaya-bachchan

મળતી માહિતી મુજબ દર વર્ષે પોતાના વ્યસ્ત રૂટીનમાંથી થોડોક સમય પોતાના પત્ની જયા બચ્ચન માટે કાઢનાર અમિતાભ બચ્ચન આ વખતે જયાને મોસ્ટર રોમાંટિક શહેર પેરિસ લઈ જવાના છે કે જ્યાં તેઓ પોતાના પત્ની જયાને બંગલો ગિફ્ટ કરશે. અમિતાભનો આ છઠો બંગલો છે. આ અગાઉ અમિતાભે જૂન-2013માં મુંબઈમાં 50 કરોડનો બંગલો ખરીદ્યો હતો. તેમના ચાર બંગલાના નામો પ્રતીક્ષા, જલસા, જનક અને વત્સ છે.

કહેવાતુ હતું કે અમિતાભે પાંચમો બંગલો પોતાના પૌત્રી આરાધ્યા માટે ખરીદ્યો છે. અગાઉ એમ પણ જાણવા મળ્યુ હતું કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પણ દુબઈમાં 54 કરોડની સમ્પત્તિ ખરીદી ચુક્યા છે કે જે આરાધ્યાના નામે છે. અમિતાભ-જયાના લગ્ન 1973માં થયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X