For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભનો મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવેશ !

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 જાન્યુઆરી : એક બાજુ ઉદ્રૂ શાયર નિદા ફાઝલીએ અમિતાભ બચ્ચનની સરખામણી આતંકવાદી કસાબ સાથે કરી છે, તો બીજી બાજુ મુંબઈ યુનિવર્સિટીએ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને સન્માનિત કર્યાં છે. તેમને મુંબઈ યુનિવર્સિટી તરફથી એક ખાસ સન્માન પ્રદાન કરાયું છે. આ માહિતી અમિતાભે પોતે બ્લૉગ પર આપી છે.

અમિતાભે લખ્યું છે - આજે મુંબઈ યુનિવર્સિટીએ મને સન્માનિત કર્યાં છે. તેના માટે હું તેમનો શુક્રગુજાર છું. મને યુનિવર્સિટીએ સન્માનિત કર્યાં અને ખૂબ પ્રેમ તથા આશીર્વાદ આપ્યાં છે.

આ સન્માનથી અમિતાભ બચ્ચન ખૂબ ખુશ અને રોમાંચિત છે, પરંતુ તેમને આશ્ચર્ય છે કે મુંબઈ યુનિવર્સિટીના વાણિજ્ય વિભાગે તેમને તેમના અભિનય જીવનના અનુભવો એક અભ્યાસક્રમ તરીકે લખવાનું કહ્યું છે. આ અંગે અમિતાભે લખ્યું છે - આ તેમની હૈસિયત કરતાં વધારે છે. હું હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કરુ છું કે તેમણે મને આને યોગ્ય સમજ્યાં. મુંબઈ યુનિવર્સિટીએ આ સન્માન અમિતાભ બચ્ચનને સિનેમા માટે સમર્પિત જીવન બદલ આપ્યું છે.

અમિતાભ છેલ્લા ચાર દશકાઓથી હિન્દી સિનેમાની સેવા કરી રહ્યાં છે. તેમને ટેલીવિઝન જગતના ક્રાંતિકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જાહેરાતો, ફૅશન ફિલ્મો અને ટેલીવિઝન દરેક જગ્યાએ અમિતાભ નંબર વન છે. તેમના અભૂતપૂર્વ વ્યક્તિત્વના પગલે આજે પણ તેઓ ફિલ્મોમાં પૂર્ણત્વે સક્રિય છે.

English summary
Big News Coming From Big B, Amitabh Bachchan felicitated by University of Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X