For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘બાબુજી’ની સ્મૃતિમાં સંસ્થા સ્થાપશે અમિતાભ બચ્ચન!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 ઑગસ્ટ : સૌને જાણ છે કે સદીના મહાનાયક જો એક પરિપક્વ અને બહેતરીન કલાકાર છે, તો તેઓ અંગત જીવમાં લવિંગ હસબૅન્ડ, કૅરિંગ પિતા, મોહક દાદૂ-નાનૂ તથા એક આજ્ઞાકારી પુત્ર પણ છે. અમિતાભ પોતાની સફળતાના દરેક પળમાં પોતાના બાબુજી એટલે કે પિતા કવિ હરિવંશ રાય બચ્ચનને યાદ કરવાનું નથી ભૂલતાં.

golden-memories-of-amitabh

અમિતાભનું માનવું છે કે માતા-પિતા ક્યાંય નથી જતાં... તેઓ અહીં જ રહે છે આપણી સાથે, આપણી પાસે. ક્યારેક તેઓ સંસ્કારો તરીકે અને ક્યારેક આદતો તરીકે કાયમ આપણી પાસે જીવે છે. એટલે જ તો પોતાના પિતાએ રચેલી અનુપમ કૃતિઓ પછી તે મધુશાળા હોય કે મધુકળશ હોય કે પછી મધુબાળા હોય, અમિતાભને કંઠસ્થ છે, પરંતુ એક પિતાની હેસિયતે નહીં, પણ એક કળાપ્રેમી તરીકે અમિતાભને લાગે છે કે તેમના પિતા દ્વારા રચાયેલી અનુપમ કૃતિઓને સંરક્ષણની જરૂર છે અને તેના માટે એક સંસ્થા હોવી જોઇએ. તેથી જ અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન એક સંસ્થા સ્થાપવાનું વિચારી રહ્યાં છે કે જ્યાં હરિવંશ રાય બચ્ચનની કવિતાઓ ઉપર શોધ થઈ શકે.

ખેર, આ સંસ્થા ક્યારે ખુલશે અને તેની રૂપરેખા શું હશે? આ અંગે તો આવનાર સમય જ બતાવશે, પણ એટલું નક્કી છે કે અમિતાભ બચ્ચન આજે પણ પોતાના પિતાને બહુ પ્રેમ કરે છે અને તેમનો આદર કરે છે. તેથી તેમની વિચારસરણી અને ઇચ્છાનો દરેકે સન્માન કરવું જોઇએ. તેથી દરેકે ઉપરવાળા પાસે દુઆ કરવી જોઇએ કે અમિતાભનો આ પ્રયત્ન અને ઇચ્છા વહેલામાં વહેલી પૂર્ણ થાય.

English summary
Megastar Amitabh Bachchan hopes to establish an Institute dedicated to the work of his late father Harivansh Rai Bachchan, who was a poet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X