For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિતાભની આંખોમાં કાળો ધબ્બો, ડૉક્ટરને મળ્યા બાદ લખી ઈમોશનલ પોસ્ટ

એક વાર ફરીથી અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક પર ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી છે.

|
Google Oneindia Gujarati News

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા સક્રિય રહે છે અને ઘણીવાર ફેસબુક પર પોતાની લાઈફ સાથે જોડાયેલી વાતો શેર કરતા રહે છે. થોડા દિવસો અગાઉ અમિતાભે એક બ્લૉગ લખીને કહ્યુ હતુ કે હવે તેમણે રિટાયર થઈ જવુ જોઈએ કારણકે તેમનુ શરીર હવે કામ કરવાની પરવાનગી નથી આપી રહ્યુ. હવે એક વાર ફરીથી અમિતાભ બચ્ચને પોતાના ફેસબુક પર ખૂબ જ ઈમોશનલ પોસ્ટ લખી છે. વાસ્તવમાં અમિતાભની આંખમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો ત્યારબાદ ડૉક્ટરને બતાવવા પહોંચ્યા. ડૉક્ટરને મળ્યા અને તેમને મળ્યા બાદ અમિતાભે ફેસબુક પોસ્ટ લખી.

‘એક કાળો ધબ્બો આંખની અંદર, ડૉક્ટર બોલ્યા...'

‘એક કાળો ધબ્બો આંખની અંદર, ડૉક્ટર બોલ્યા...'

અમિતાભ બચ્ચને પોતાની આ ઈમોશનલ પોસ્ટમાં લખ્યુ, ‘ડાબી આંખ ફડકવા લાગી, સાંભળ્યુ હતુ બાળપણમાં અશુભ થાય છે, ગયા બતાવવા ડૉક્ટરને, તો નીકળ્યો આ એક કાળો ધબ્બો આંખની અંદર, ડૉક્ટર બોલ્યા - કંઈ નથી, ઉંમરના કારણે, જે સફેદ ભાગ આંખનો હોય છે, તે ઘસાઈ ગયો છે. જેમ બાળપણમાં મા પોતાના પાલવને ગોળ બનાવીને, ફૂંક મારીને, ગરમ કરીને આંખમાં લગાવી દેતી હતી, એવુ કરો, બધુ ઠીક થઈ જશે. મા તો નથી હવે, વિજળીથી રૂમાલને ગરમ કરીને લગાવી લીધુ છે. પર વાત કંઈ બની નહિ!! માનો પાલવ, માનો પાલવ જ હોય છે!!'

‘માથી વધુ એક વાત યાદ આવી ગઈ'

‘માથી વધુ એક વાત યાદ આવી ગઈ'

ત્યારબાદ વધુ એક ફેસબુક પોસ્ટ લખીને અમિતાભ બચ્ચને કહ્યુ, ‘માથી વધુ એખ વાત યાદ આવી ગઈ. બાળપણમાં જ્યારે લોહરીનો તહેવાર આવતો હતો તો મા કહેતી હતી, જ્યારે તે પંજાબમાં રહેતા હતા, (એ શીખણી છે, લાયલપુરમાં જન્મ્યા, તેજ કૌર સૂરી, મા તેમની અમર કૌર સોડી, દારજી તેમા ખજાન સિંહ સૂરી) જ્યારે પાકિસ્તાન નહોતુ બન્યુ, ત્યારે લોહરીના સમયે, જે લોકો ફાળો માંગવા આવતા, તે ગાતી હતીઃ લોહરી દાં ટક્કા દે, રભ તેન્નુ બચ્ચા દે!!'

આ પણ વાંચોઃ રાજ કપૂરની દીકરી રિતુ નંદાનુ 71 વર્ષની વયે નિધનઆ પણ વાંચોઃ રાજ કપૂરની દીકરી રિતુ નંદાનુ 71 વર્ષની વયે નિધન

‘હવે મારે રિટાયર થઈ જવુ જોઈએ'

‘હવે મારે રિટાયર થઈ જવુ જોઈએ'

તમને જણાવી દઈએ કે આ પહેલા અમિતાભ બચ્ચને એક બ્લૉગ લખીને કહ્યુ હતુ, ‘હવે મારે રિટાયર થઈ જવુ જોઈએ. મારુ શરીર હવે કામ કરવાની મંજૂરી નથી આપતુ. દિમાગ જે વિચારી રહ્યુ છે, આંગળી તે નથી લખી રહી. જો આંગળીઓ દિમાગના ઈશારા પર ના ચાલે તો આ તમને એક સંદેશ છે કે રિટાયર થઈ જાવ, મારે પણ રિટાયર થઈ જવુ જોઈએ.' અમિતાભ બચ્ચનને હાલમાં જ દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી પણ નવાઝવામાં આવ્યા હતા.

English summary
Amitabh Bachchan Writes Emotional Post On Facebook After Feeling Trouble In His Eye.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X