For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીઓજીમાં અનુપમે ધર્યો વધુ એક વિચિત્ર અવતાર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 મે : બૉલીવુડના પીઢ અભિનેતા અનુપમ ખેર વિલન, કૉમેડિયન સહિત ધીર-ગંભીર ભૂમિકાઓ માટે જાણીતાં છે. તેમણે પોતાના અત્યાર સુધીના કૅરિયરમાં અનેક ફિલ્મોમાં વિવિધ પ્રકારના રોલ કર્યા છે, તો વિલન તરીકે તેમણે અનેક વાર વિચિત્ર અવતારો પણ ધર્યાં છે.

anupam-kher-gang-of-ghosts

સારાંશમાં ગંભીર ભૂમિકા ભજવનાર અનુપમ ખેર કર્મા ફિલ્મ દ્વારા ડૉ. ડૅંગ તરીકે જાણીતા થયાં. તેમણે અનેક ફિલ્મોમાં આવા વિચિત્ર લુક ધારણ કર્યા છે. આ જ ક્રમે હવે તેઓ ગૅંગ ઑફ ઘોસ્ટ્સ ફિલ્મમાં વધુ એક વાર વિચિત્ર અવતાર સાથે લોકોની સામે આવશે.

સતીશ કૌશિક દિગ્દર્શિત ગૅંગ ઑફ ઘોસ્ટ્સ એટલે કે જીઓજી ફિલ્મમાં અનુપમ ખેરનો ફર્સ્ટ લુક તાજેતરમાં જ લૉન્ચ થયો છે. આ બૉલીવુડ ફિલ્મ બંગાળી ફિલ્મ ભૂતેર ભબિષ્યતની હિન્દી રીમેક છે. નિર્માતા રતન જૈને 2012માં આવેલી આ બંગાળી ફિલ્મના રાઇટ્સ હિન્દી રીમેક બનાવવા માટે ખરીદ્યાં છે. અનુપમ ખેર આ ફિલ્મ અંગે અગાઉ કહી જ ચુક્યા છે કે ફિલ્મની સ્ક્રિપ્ટ ડિફરેંટ પ્રકારની છે. ફિલ્મમાં માહી ગિલ અને મીરા ચોપરા પણ છે.

English summary
Anupam Kher will scene with different look in Gangs of Ghosts. Anupam Kher says that after a long time he likes any script that is very different.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X