For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને વોટ આપવાના મેસેજ પર ટ્રોલ થતાં ભડક્યા અનુરાગ કશ્યપ

મોદીને વોટ આપવાના મેસેજ પર ટ્રોલ થતાં ભડક્યા અનુરાગ કશ્યપ

By Staff
|
Google Oneindia Gujarati News

11 એપ્રિલથી લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ત્યારે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપને ભાજપને વોટ કરવા અપીલ કરતો એક વોટ્સએપ મેસેજ આવ્યો હતો. અનુરાગ કશ્યપે આ મેસેજનો સ્ક્રીનશોટ લઈ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જણાવી દઈએ કે આ મેસેજ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગૌરક્ષા ધોત્રે તરફથી આવ્યો હતો. અનુરાગ કશ્યપે શેર કરેલ સ્ક્રીનશોટ બાદ સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા હતા.

anurag kashyap

ટ્રોલર્સના જવાબમાં અનુરાગ કશ્યપે આજે ટ્વીટ કર્યું. તેમણે લખ્યું કે, "હાસ્યજનક છે કે કેવી રીતે ટ્રોલ આર્મી એક તરફી વાતચીતો ફેલાવે છે. જ્યાં સુધી ખુદની વાહિયાત વાત માની ન લે ત્યાં સુધી તેઓ વારંવાર બકવાસ વાતો ફેલાવ્યા કરે છે. તેઓ વીચારે છે કે મોટા પ્રમાણમાં ટ્રોલ કરવાથી તેઓ તમને બોલતા બધ કરી શકે છે અથવા તો ડરાવી શકે છે."

વધુમાં અનુરાગ કશ્યપે લખ્યું કે, "બીચારા ગરીબ ચોકીદારો. બે દિવસમાં માત્ર એક વાર ટ્વીટર ચેક કરતા હોય તેની પાછળ તમારી શક્તિ શા માટે વાપરો છો? આ દિવસોમાં શું કિંમત ચાલી રહી છે? ટ્વીટ દીઠ 30 રૂપિયા કે પછી ચૂંટણી સમય છે એટલે તમે લોકો પ્રમોટ કરી રહ્યા છો."

આ પણ વાંચો- Fake: રણવીર-દીપિકા માંગી રહ્યા છે ભાજપ-મોદી માટે મતઃ જાણો આ ફોટાનું સત્ય

English summary
Anurag Kashyap blasts trolls after being attacked for sharing Vote For Modi WhatsApp screenshots
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X