અનુષ્કાના આ Rare Photos જોઇ વિરાટ પણ થઇ જશે દંગ!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં જો કોઇ ગોડફાધર ન હોય તો સફળ થવું તો દૂર પરંતુ ટકી રહેવું પણ અત્યંત મુશ્કેલ થઇ પડે છે. વ્યક્તિ પાસે ટેલેન્ટ હોય અને કંઇક કરવાની ધગશ હોય તો તે સફળતાના શિખરે ચોક્કસ પહોંચે છે. બોલિવૂડમાં અનુષ્કા શર્મા એ આ વાત સાબિત કરી બતાવી છે. મોડેલ માંથી એક્ટ્રેસ બનેલ અનુષ્કા શર્માનો આજે 29મો જન્મદિવસ છે.

શાહરૂખ સાથે ડેબ્યૂ

શાહરૂખ સાથે ડેબ્યૂ

અનુષ્કાએ મોડેલિંગ દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ શાહરૂખ સાથેની ફિલ્મ 'રબ ને બના દી જોડી' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું. ડેબ્યૂ ફિલ્મમાં પણ તેની એક્ટિંગના ભરપૂર વખાણ થયા હતા. આજે બોલિવૂડમાં તેની પોતાની અલગ ઓળખાણ છે.

મોડેલિંગના દિવસની તસવીરો

મોડેલિંગના દિવસની તસવીરો

આ અનુષ્કાની મોડેલિંગના દિવસોની કેટલીક રેર તસવીરો છે, જેમાં તે ખાસી અલગ દેખાય છે. ત્યારથી લઇને અત્યાર સુધીમાં તેની સુંદરતામાં કોઇ ઓટ નથી આવી. આમ છતાં, તેની આ તસવીરો તમને થોડી અજીબ તો લાગશે જ. અનુષ્કા ભારતની ટોપ મોડેલ્સમાંની એક હતી.

બીજી સફળ ફિલ્મઃ બેન્ડ બાજા બારાત

બીજી સફળ ફિલ્મઃ બેન્ડ બાજા બારાત

'રબને બના દી જોડી' બાદ અનુષ્કાની યશરાજ બેનરની 'બેન્ડ બાજા બારાત' ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ બાદ અનુષ્કા અને રણવીર સિંહ એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરો પણ આવી હતી. જો કે, આ બંન્નેએ ક્યારેય આ વાતનો સ્વીકર કર્યો નથી. હાલ અનુષ્કા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને ડેટ કરી રહી છે.

ત્રણેય ખાન સાથે કર્યું કામ

ત્રણેય ખાન સાથે કર્યું કામ

અનુષ્કા બોલિવૂડની એવી કેટલીક લકી એક્ટ્રેસિસમાંની એક છે, જેને બોલિવૂડના ત્રણેય ખાનો શાહરૂખ, સલમાન અને આમિર સાથે કામ કરવાની તક મળી છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ બાદ તેણે 'જબ તક હે જાન'માં પણ શાહરૂખ સાથે કામ કર્યું હતું. 'પીકે'માં તે આમિર ખાન સાથે જોવા મળી હતી તથા 'સુલતાન'માં સલમાન સાથે જોવા મળી હતી.

કોન્ટ્રોવર્સિથી રહે છે દુર

કોન્ટ્રોવર્સિથી રહે છે દુર

અનુષ્કા શર્માની ખાસ વાત એ છે કે, તે નંબર ગેમ અને કોન્ટ્રોવર્સિથી દુર રહે છે. તે બને ત્યાં સુધી વિવાદાસ્પદ નિવેદનો આપવાથી બચે છે. થોડા સમય પહેલાં જ કરણ જોહરના ચેટ શો પર આવેલ અનુષ્કાએ પોતાને એન્ટિ-સોશિયલ ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, તેને પીઠ પાછળ બીજા લોકોની વાતો કરવી બિલકુલ પસંદ નથી.

ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહી છે

ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહી છે

અનુષ્કા બોલિવૂડમાં ધીમી પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. તે ખૂબ સિલેક્ટેડ અને સારી ફિલ્મો પર જ પસંદગી ઉતારે છે. આ અંગે તેણે કહ્યું હતું કે, જ્યાં સુધી ફિલ્મની સ્ટોરી અને કેરેક્ટર મને ગળે ન ઉતરે ત્યાં સુધી હું એ ફિલ્મ માટે હા પાડતી નથી. હું માત્ર કરવા ખાતર ફિલ્મો કરવામાં નથી માનતી.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

ઘણા ઓછાને ખબર હશે કે, અનુષ્કાની પહેલી ફિલ્મ જોયા બાદ રણવીર સિંહ અને અર્જુન કપૂર બંન્ને અનુષ્કાના ફેન થઇ ગયા હતા. ખાસ કરીને અર્જુન કપૂરના મનમાં અનુષ્કા વસી ગઇ હતી. કરણ જોહરના ચેટ શોમાં જ અર્જુન કપૂરે આ ખુલાસો કર્યો હતો.

એ દિલ હે મુશ્કિલ

એ દિલ હે મુશ્કિલ

ફિલ્મ 'એ દિલ હે મુશ્કિલ'નું શૂટિંગ ચાલતું હતું એ સમયે અનુષ્કાને પોતાની પર્સનલ લાઇફમાં મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તે વખતે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના બ્રેક અપની ખબરો આવી હતી. અનુષ્કાએ જણાવ્યું હતું કે, જ્યારે તમે કોઇ પર્સનલ પ્રોબ્લેમમાં હોવ ત્યારે લોકો શું કહે છે કે અખબારોમાં શું છપાય છે એની સાથે તમને કોઇ મતલબ રહેતો નથી.

પોતાને સ્ક્રિન પર નથી જોઇ શકતી

પોતાને સ્ક્રિન પર નથી જોઇ શકતી

અનુષ્કા શર્મા સુંદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ છે, પરંતુ તે ખૂબ જ રિઝર્વડ છે. તેણે આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, હું ટ્વીટર પર કે સોશિયલ મીડિયા પર મારા ટેગ ચેક નથી કરતી. મારા અંગે લખવામાં આવેલ કંઇ પણ હું વાંચતી નથી. મારી ફિલ્મ કે ટીવી એડ હું જોઇ શકતી નથી, હું તરત જ ચેનલ ચેન્જ કરી દઉં છું.

અહીં વાંચો

અહીં વાંચો

#HotnessAlert! ફરી ટેપલેસ થઇ આ એક્ટ્રેસ..વાયરલ થયા ફોટો

રિયા સેને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની ટોપલેસ તસવીર શેર કરી છે, આ તસવીર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઇ રહી છે.

English summary
Anushka Sharma modelling days beautiful pics on her birthday.
Please Wait while comments are loading...