તનુશ્રીના સમર્થનમાં આવી અનુષ્કા શર્મા, જણાવી મોટી વાત
નાના પાટેકર પર યૌનશોષણ આરોપ લગાવ્યા પછી તનુશ્રી સતત ચર્ચામાં છે. આ બધા વચ્ચે અભિનેત્રી અનુષ્કા શર્મા ઘ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે
નાના પાટેકર પર યૌનશોષણ આરોપ લગાવ્યા પછી તનુશ્રી સતત ચર્ચામાં છે. આ બધા વચ્ચે અભિનેત્રી અનુષ્કા શર્મા ઘ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. બોક્સઓફિસ પર સારું કલેક્શન કરી રહેલી તેમની ફિલ્મ સુઈ ધાગા માટે આયોજિત કરવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં અનુષ્કા શર્માએ તનુશ્રી દત્તાનો સપોર્ટ કર્યો છે. અનુષ્કા શર્માએ જણાવ્યું કે તમને તમારા કર્તવ્યનું પાલન કરતા સમયે કોઈ પણ પ્રકારની ધમકી નહીં આપવી જોઈએ. જયારે વરુણ ધવને જણાવ્યું કે આવું કંઈક તેમની સામે તેમની કોઈ હીરોઇન સાથે કરવામાં આવ્યું હોય તો તેઓ ચોક્કસ તેની વિરોધ કરતે.
આ પણ વાંચો: રાજ ઠાકરેને બદનામ કરવામાં આરોપમાં તનુશ્રી સામે ફરિયાદ નોંધાઈ

તમે જે પણ કરી રહ્યા હોય તેમાં આવું ના થવું જોઈએ
શુક્રવારે જયારે અનુષ્કા શર્માને પ્રેસ કોન્ફરન્સમાં આવો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમને તનુશ્રી દત્તાનું સમર્થન કરતા જણાવ્યું કે તમને તમારા કર્તવ્યનું પાલન કરતા સમયે કોઈ પણ પ્રકારની ધમકી નહીં મળવી જોઈએ. તમે જે પણ ફિલ્ડમાં હોય પરંતુ આવું નહીં થવું જોઈએ. આવી વસ્તુઓ કરવા માટે ખુબ જ સાહસ લાગે છે, એટલા માટે લોકો સામે આવીને વાત નથી કરતા.

મારી સામે આવું થયું તો હું વિરોધ કરીશ: વરુણ ધવન
આ કોન્ફ્રન્સમાં હાજર રહેલા વરુણ ધવને કહ્યું કે જયારે કોઈ પણ મહિલા સાથે કોઈ દુર્વ્યવહાર થાય છે ત્યારે ત્યાં હાજર રહેલી ટીમની ફરજ બને છે કે તેઓ તે મહિલાનો સાથ આપે. વરુણ ધવને કહ્યું કે આવું કંઈક તેની ફિલ્મના સેટ પર થયું હોત તો તેઓ આગળ આવીને તેનો વિરોધ ચોક્કસ કરત. આપને જણાવી દઈએ કે આ પહેલા શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે પણ તનુશ્રી દત્તાનો સપોર્ટ કર્યો હતો.

એમએનએસ પાર્ટી યુથ વિંગે ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો
તનુશ્રી દત્તાએ એમએનએસ પાર્ટીને ગુંડાઓની પાર્ટી ગણાવીને દાવો કર્યો હતો કે બાલ ઠાકરેની ખુરશી રાજ ઠાકરેને નહીં મળી એટલા માટે તેઓ પોતાને સાબિત કરવા માટે પોતાના ગુંડાઓ મોકલીને તોડફોડ કરે છે. હાલમાં એમએનએસ પાર્ટી યુથ વિંગે બિગ બોસ મેકર્સને ખુલ્લી ધમકી આપતો પત્ર લખ્યો હતો. એમએનએસ ઘ્વારા ધમકી આપવામાં આવી હતી કે તનુશ્રીને બિગ બોસમાં લેશે તો તેમની પાર્ટી આખો સેટ બરબાદ કરી નાખશે.

અભિનેત્રી તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા
અભિનેત્રી તનુશ્રી દત્તાએ સાફ શબ્દોમાં નાના પાટેકર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યું કે આજથી 10 વર્ષ પહેલા હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મના સેટ પર નાના પાટેકરે યૌન શોષણ કર્યું. એટલું જ નહીં પરંતુ પોલિટિકલ પાર્ટીને બોલાવીને તેની ગાડી પર હુમલો પણ કરાવ્યો. પરંતુ તે સમયે ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પણ તેને સપોર્ટ નહીં કર્યો.












Click it and Unblock the Notifications
