લગ્ન બાદ પહેલી વાર અનુષ્કા દેખાઇ આ અંદાજમાં

Written By:
Subscribe to Oneindia News

લગ્ન અને હનીમૂનની રજાઓ બાદ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ફરી પોત પોતાના કામે લાગી ગયા છે. અનુષ્કા શર્મા પોતાની આવનારી ફિલ્મ પરીના શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ છે. લગ્ન સમયે જોવા મળતી અનુષ્કા ઘણા સમય બાદ ફરી પોતાના બોલ્ડ અને કુલ લૂકમાં જોવા મળી હતી. આ વર્ષ અનુષ્કા માટે ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે તેના લગ્ન બાદ તેની એક સાથે ત્રણ ફિલ્મો આવી રહી છે. તેથી તેના ચાહકોના નજર તેની ફિલ્મો પર છે. થોડા સમય પહેલા જ અનુષ્કા શર્માના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા હતા. જેમા તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

અનુષ્કાનો Cool લૂક

અનુષ્કાનો Cool લૂક

અનુષ્કા શર્મા આ કપડાઓમાં ઘણી કેજ્યુઅલ લુકમાં દેખાઈ રહી છે. તેણે વાઇટ ટોપ અને રિપ્ટ જીન્સ પહેર્યું છે. લગ્ન પછી અનુષ્કા પહેલી વાર આ અવતારમાં જોવા મળી છે. આ કપડામાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

2018માં મોટી બે ફિલ્મો

2018માં મોટી બે ફિલ્મો

અનુષ્કા શર્માની વર્ષ 2018માં બે મોટી ફિલ્મો આવી રહી છે. જેમાં તે પહેલી વખત વરૂણ ધવન સાથે દેખાશે. અનુષ્કા શર્મા અને વરૂણની ફિલ્મ સુઇધાગા ગાંધી જયંતીના રોજ રિલિઝ થશે, જે યશરાજ બેનર હેઠળ બની રહી છે. જ્યારે બીજી ફિલ્મ તેની શાહરૂખ ખાન સાથે છે. ફિલ્મ ઝીરોમાં અનુષ્કા શાહરૂખ ખાન સાથે જોવા મળશે.

પરી ફિલ્મ

પરી ફિલ્મ

ફિલ્લૌરી ફિલ્મ બાદ ફરી અનુષ્કા એક ભૂતના અવતારમાં જોવા મળશે. પરંતુ આ ફિલ્મમાં અનુષ્કાનો લૂક ઘણો ડરાવનો લાગી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અનુષ્કાની આ ફિલ્મ બાદ પરીના કલ્પાના લોકો જે રીતે કરતા હોય છે. તેના કરતા ઘણી અલગ રીતે બતાવામાં આવ્યુ છે.

અનેક સફળતા

અનેક સફળતા

અનુષ્કાની બોલીવૂડમાં અન્ટ્રી શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'રબને બનાદી જોડી'થી થઈ હતી. એ બાદ તેણે આજે બોલીવૂડના ત્રણેય ખાન સાથે ફિલ્મમાં કામ કરી છે. અને પોતે પણ ફિલ્મો બનાવે છે. તેની પોતે બનાવેલી પહેલી ફિલ્મ 'એનએચ10' પણ ઘણી વખાણવા લાયક હતી. અનુષ્કા શર્માએ આજે બોલીવૂડમાં પોતાની એક અલગ છાપ ઊભી કરી છે. ત્યારે તેની આવનારી ફિલ્મો સાથે ફરી તે 100 કરોડનો રેકોર્ડ તોડે છે કે નહી તે જોવું રહ્યું.

English summary
In such a situation, some photos of Anushka are getting viral after marriage, which is quite different. Anushka is seen in quite a hot and cool look in the photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.