અનુષ્કાથી નારાજ SRK, થઇ શકે છે ઓફિશિયલ કમ્પ્લેન!!

Written By:
Subscribe to Oneindia News

અનુષ્કા શર્મા બોલિવૂડના ત્રણેય ખાન સાથે કામ કરી ચૂકી છે અને ત્રણેય ખાનની ફેવરિટ છે. તાજેતરની જાણકારી અનુસાર શાહરૂખ ખાને અનુષ્કાને તેની વિરુદ્ધ ફરિયાદ કરવાની વાત કહી છે. તેમણે અનુષ્કાના એક કારસ્તાન સામે નારાજગી જાહેર કરતાં કહ્યું કે, હું માટે ફરિયાદ નોંધાવી શકું છું.

ઇન્સ્ટાગ્રામ પર ફાઇટ

ઇન્સ્ટાગ્રામ પર ફાઇટ

શાહરૂખ અને અનુષ્કા વચ્ચેની આ ફાઇટ શરૂ થઇ છે સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર. જો કે, આ મામલો એટલો સિરિયસ પણ નથી. અનુષ્કાની એક પોસ્ટ પર હળવી મજાક કરતાં શાહરૂખે ફરિયાદ નોંધાવવાની વાત લખી છે. શાહરૂખ આમ પણ પોતાના મજાકિયા અંદાજ માટે જાણીતા છે.

અનુષ્કાની ઇન્સ્ટા પોસ્ટ

અનુષ્કાની ઇન્સ્ટા પોસ્ટ

થોડા સમય પહેલાં અનુષ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યો હતો. ફોટામાં અનુષ્કા બારીમાંથી બહાર એક વેન તરફ ઇશારો કરી રહી છે. આની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, મેં YRF સ્ટુડિયોમાં શાહરૂખ ખાનની વેનિટિ વાન જોઇ, aaaahah!

હાજરજવાબી શાહરૂખ

હાજરજવાબી શાહરૂખ

અનુષ્કાની આ પોસ્ટનો શાહરૂખે પણ પોતાના અંદાજમાં જવાબ વાળ્યો હતો. તે પોતાના હાજરજવાબીપણા માટે પ્રખ્યાત છે. તેમણે તુરંત અનુષ્કાની પોસ્ટ રિપોસ્ટ કરતાં લખ્યું, મારો પીછો કરવા બદલ હું આની(અનુષ્કા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ.

શાહરૂખ-અનુષ્કાની આગામી ફિલ્મ

શાહરૂખ-અનુષ્કાની આગામી ફિલ્મ

ઉલ્લેખનીય છે કે, શાહરૂખ અને અનુષ્કા ફરી એકવાર ફિલ્મમાં સાથે જોવા મળશે. ઇમ્તિયાઝ અલીના ડાયરેક્શનમાં બની રહેલ ફિલ્મ રિંગ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થાય એવી સંભાવના છે. શાહરૂખ-અનુષ્કાની પોસ્ટ આ ફિલ્મના હળવા પ્રમોશનનો ભાગ હોય એવું પણ બને.

સિન થયા લિક

સિન થયા લિક

થોડા સમય પહેલાં શાહરૂખ-અનુષ્કાની આ ફિલ્મના કેટલાક સિન સોશિયલ મીડિયા પર લિક થયા હતા. લિક થયેલ તસવીરોમાંથી કેટલાકમાં શાહરૂખ સરદારના ગેટ-અપમાં જોવા મળ્યા હતા તથા અનુષ્કા પણ પંજાબી ડ્રેસમાં નજરે પડી હતી. ફિલ્મનું નામ હજુ ફાઇનલ નથી થયું, આ ફિલ્મના બે અસ્થાયી નામ સામે આવ્યા છે, 'ધ રિંગ' અને 'રહનુમા'.

ગુજરાતી અનુષ્કા

ગુજરાતી અનુષ્કા

એવી પણ અફવા છે કે, આ ફિલ્મમાં શાહરૂખ ખાન ટૂરિસ્ટ ગાઇડના રોલમાં છે અને અનુષ્કા શર્મા ગુજરાતી યુવતીનો રોલ પ્લે કરી રહી છે. શાહરૂખ ખાનની આ ફિલ્મ અક્ષયની 'ટૉયલેટ એક પ્રેમ કથા' સાથે બોક્સઓફિસ પર ટકરાય એવી સંભાવના છે.

SRK સાથે ત્રીજી ફિલ્મ

SRK સાથે ત્રીજી ફિલ્મ

આ ફિલ્મ અનુષ્કા શર્માની શાહરૂખ સાથેની ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં અનુષ્કા 'જબ તક હે જાન' તથા 'રબને બના દી જોડી'માં શાહરૂખ સાથે જોવા મળી છે. બંન્ને ફિલ્મો યશરાજ પ્રોડક્શનની જ હતી, ફિલ્મ 'રબને બના દી જોડી' દ્વારા જ અનુષ્કાએ બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે.

English summary
Anushka Sharma and Shah Rukha Khan's sweet fight on instagram.
Please Wait while comments are loading...