જબ હેરી મેટ સેજલમાં અનુષ્કાનો ગુજરાતી લહેકો લોકોને નથી પસંદ?

Written By:
Subscribe to Oneindia News

અનુષ્કા શર્મા અને શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' 4 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઇ રહી છે. ઇમ્તિયાઝ અલી સાથે આ શાહરૂખ અને અનુષ્કાની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા એક ગુજરાતી યુવતીના પાત્રમાં જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં પણ તે ટિપિકલ ગુજરાતી એક્સેન્ટમાં બોલતી જોવા મળે છે. કેટલાક ગુજરાતીઓને અનુષ્કાની આ સ્ટાયલ પસંદ પડી છે, તો કેટલાકને અનુષ્કાનો આ ગુજરાતી એક્સેન્ટ બિલકુલ પસંદ નથી.

શું કોઇ જ ગુજરાતી આ રીતે વાત નથી કરતા?

શું કોઇ જ ગુજરાતી આ રીતે વાત નથી કરતા?

જ્યારે અનુષ્કાને આ અંગે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું કે, 'શું તમે દાવા સાથે કહી શકો કે, કોઇ જ ગુજરાતી આ રીતે વાત નથી કરતા? આ કોઇના ગમા-અણગમા વિશે નથી, ના તો અમે ગુજરાતીઓને સ્ટીરિયોટાઇપ કરી રહ્યાં છીએ. આ ફિલ્મનું મારું પાત્ર સેજલ એવા ગુજરાતી પરિવારમાંથી આવે છે, જ્યાં આવી જ ભાષા બોલાય છે.'

મેં ઇમ્તિયાઝને આ જ પ્રશ્ન પૂછ્યો હતો

મેં ઇમ્તિયાઝને આ જ પ્રશ્ન પૂછ્યો હતો

અનુષ્કાએ આગળ જણાવ્યું કે, 'મેં ઇમ્તિયાઝને પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તેણે મને કહ્યું હતું કે, તે ઘણી એવી ગુજરાતી યુવતીઓને મળ્યો છે જે આવી રીતે વાત કરે છે અને એ જ તેમને ખાસ બનાવે છે. સેજલ એક એવી યુવતી છે, જે ગુજરાતી મીડિયમ સ્કૂલમાં ભણી છે અને હંમેશા પોતાના વડીલો અને કઝિન્સ વચ્ચે જ રહી છે.'

ફિલ્મ અંગે અતિ ઉત્સાહિત

ફિલ્મ અંગે અતિ ઉત્સાહિત

આ ફિલ્મ અંગે વાત કરતાં અનુષ્કાઓએ કહ્યું હતું કે, તે આ ફિલ્મ અંગે ખૂબ ઉત્સાહિત છે અને તેનું કારણ શાહરૂખ ખાન નહીં, પરંતુ ઇમ્તિયાઝ અલી છે. અનુષ્કા શાહરૂખ સાથે આગળ ત્રણ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પરંતુ ઇમ્તિયાઝ સાથે આ તેની પહેલી ફિલ્મ છે. તે ઘણા લાંબા સમયથી ઇમ્તિયાઝ સાથે કામ કરવા માંગતી હતી.

રોમાન્સ કિંગ સાથે કામ કરવાનો અનુભવ

રોમાન્સ કિંગ સાથે કામ કરવાનો અનુભવ

શાહરૂખ સાથે રોમેન્ટિક સિન કરવા અંગે ટિપ્પણી કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે, શાહરૂખ એવો સુપરસ્ટાર છે, જેની સાથે રોમાન્સ કરવો ખૂબ સરળ છે. 'તેની આંખોમાં એક જેન્યૂનનેસ દેખાય છે, જે આપણે સૌ સ્ક્રિન પર પણ જોઇ શકીએ છીએ. મારા મતે તો, તે માઇક્રોફોન સાથે પણ રોમાન્સ કરી શકે છે.'

પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા

પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા સુંદર એક્ટ્રેસ હોવાની સાથે જ પ્રોડ્યૂસર પણ છે. તેણે 'NH 10' અને 'ફિલ્લોરી' જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. તેની આ બંન્ને ફિલ્મો વખણાઇ છે, પરંતુ બોક્સઓફિસ પર ખાસ સફળ નથી રહી. મિડ ડે સાથેના રિસન્ટ ઇન્ટરવ્યુમાં આ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, 'ફિમેલ એક્ટર્સ દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મોને નોંધપાત્ર ઓપનિંગ નથી મળતું.'

મેલ એક્ટરને વધુ મહત્વ મળે છે

મેલ એક્ટરને વધુ મહત્વ મળે છે

'આ મુદ્દે હું અને મારા જેવા ઘણા લોકો પોતાના કામ દ્વારા પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. હિંદી સિનેમામાં મેલ એક્ટર્સને વધુ મહત્વ મળે છે. એક એક્ટર અને એક પ્રોડ્યૂસર તરીકે હું એવા રોલ પસંદ કરું છું, જેનાથી સોસાયટીને કોઇ મેસેજ મળે. એક પ્રોડ્યૂસર તરીકે હું એક નવી સિસ્ટમ ઊભી કરવાનો પ્રયત્ન કરી રહી છું, જ્યાં લાંબા ગાળે કન્ટેન્ટને કિંગ માનવામાં આવે.'

English summary
Anushka Sharma talks about stereotyping Gujaratis in her upcoming film Jab Harry Met Sejal.
Please Wait while comments are loading...