
અર્જુન ઉપર ઓળઘોળ આદિત્ય, વધુ એક ફિલ્મ કરશે
મુંબઈ, 26 એપ્રિલ : યશ રાજ પ્રોડક્શનની ઓરંગઝેબ ફિલ્મને મળતા પ્રતિસાદ ઉપર ખુશી વ્યક્ત કરતાં આદિત્ય ચોપરાએ જણાવ્યું છે કે આ અમારા માટે ખૂબ જ ખાસ છે કે ફિલ્મનું ટ્રેલર દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. આદિત્ય ચોપરા ઔરંગઝેબ ફિલ્મમાં અર્જુન કપૂરના કામથી એટલાં બધા પ્રભાવિત છે કે તેમણે પોતાની વધુ એક ફિલ્મમાં અર્જુન અને દિગ્દર્શક અતુલ સબરવાલને સાઇન કરી લીધાં છે.
અર્જુન કપૂરની પ્રથમ ફિલ્મ ઇશકઝાદે હતી. કહે છે કે આદિત્યે અર્જુનના વખાણ કરતાં જણાવ્યું છે કે તેઓ કોઈ પણ રોલ માટે ખૂબ જ પરફેક્ટ છે. તેમનામાં અમર્યાદિત પ્રતિભા છે. આ ઉપરાંત યશ રાજ ફિલ્મ્સ સાથે કોઈ પણ દિગ્દર્શક અને અભિનેતાનો આ પ્રથમ કરાર છે.
ઔરંગઝેબના દિગ્દર્શક અતુલ સબરવાલનું પ્રારંભિક કાર્ય જોયા બાદ યશ રાજ પ્રોડક્શન એટલું બધું પ્રભાવિત છે કે તેણે આગામી પ્રોજેક્ટ માટે તેમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ઔરંગઝેબ ફિલ્મ આગામી 17મી મી મેના રોજ રિલીઝ થાય છે. ફિલ્મમાં જાણીતાં ફિલ્મ નિર્માતા બોની કપૂરના પુત્ર અર્જુન કપૂર, જાણીતાં ગાયિકા અને અભિનેત્રી સલમા આગાના પુત્રી સાશા આગા ઉપરાંત ઋષિ કપૂર, જૅકી શ્રૉફ, પૃથ્વીરાજ તથા અમૃતા સિંહ પણ છે.