જાણો કેમ આ સ્ટાર્સે હાથમાં પકડી છે લિપસ્ટિક?

Written By:
Subscribe to Oneindia News

'લિપસ્ટિક અંડર માય બુરખા' ફિલ્મ પહેલેથી જ વિવાદમાં રહી છે. સેન્સર બોર્ડ સામે 6 મહિનાની લડત આપ્યા બાદ આખરે આ ફિલ્મ હવે રિલીઝ થવાની તૈયારીમાં છે. એવામાં એક્તા કપૂર દ્વારા આ ફિલ્મના પ્રમોશન માટે 'લિપસ્ટિક રિબેલિયન' મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે, જે હેઠળ તમામ એક્ટર્સ ફિલ્મના પોસ્ટરની માફક હાથમાં લિપસ્ટિક લઇ આ ફિલ્મ તરફ પોતાનો સપોર્ટ દર્શાવી રહ્યાં છે. એક્તા કપૂરની આ મૂવમેન્ટમાં ટેલિવૂડ અને બોલિવૂડ સ્ટાર બંન્નેએ ઝંપલાવ્યું છે. દિવ્યંકા ત્રિપાઠી અને મૌની રોય જેવી એક્ટ્રિસસ સિવાય ટેલિવૂડ અને બેલિવૂડ એક્ટર્સ પણ આ મૂવમેન્ટમાં જોડાયા છે.

નસીરૂદ્દીન શાહ, અર્જુન કપૂર

નસીરૂદ્દીન શાહ, અર્જુન કપૂર

ફિલ્મના પ્રમોશન માટે એક્તા કપૂર દ્વારા શરૂ કરવામાં આવેલ મૂવમેન્ટમાં નસીરૂદ્દીન શાહ અને અર્જુન કપૂરે જોડાયા છે. આ ફિલ્મને નસીરુદ્દીન શાહે કંઇક આ રીતે પ્રમોટ કરી છે. ફિલ્મમાં તેમના પત્ની રત્ના પાઠક શાહ મુખ્ય ભૂમિકામાં છે. તો બીજી બાજુ અર્જુન કપૂરે પણ હાથમાં લિપસ્ટિક લઇ આ મૂવમેન્ટ જોઇન કરી છે. આ સિવાય અનેક ટીવી સ્ટાર્સ પહેલાં આ મૂવમેન્ટમાં ભાગીદાર બની ચૂક્યા છે.

કોંકણા સેન શર્મા-રત્ના પાઠક શાહ

કોંકણા સેન શર્મા-રત્ના પાઠક શાહ

ફિલ્મની સ્ટારકાસ્ટની આ તસવીરો સાથે થોડા દિવસ પહેલાં જ આ મૂવમેન્ટ શરૂ થઇ હતી. 'લિપસ્ટિક અંડર માય બુરખા'ની વાર્તા ચાર મહિલાઓની વાર્તા છે. આ ફિલ્મમાં મહિલાઓ અને તેમની જાતિય વૃત્તિ, વિચારસરણી અંગે વાત કરવામાં આવી છે.

વિરોધનો વાવંટોળ

વિરોધનો વાવંટોળ

ફિલ્મનો વિષય ઘણો બોલ્ડ છે અને તેમાં અનેક બોલ્ડ સિન અને ડાયલોગ્સ પણ છે. આ કારણે જ આ ફિલ્મને અપ્રૂવલ મળતાં આટલી વાર લાગી હતી. ફિલ્મમાં ઘણા એવા વનલાઇનર્સ છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી દેશે.

સમાજની વિચારસરણી બદલવાની જરૂર

સમાજની વિચારસરણી બદલવાની જરૂર

એક્તા કપૂર આ ફિલ્મની ડિસ્ટ્રીબ્યુટર અને પ્રોડ્યૂસર છે અને તેમના અનુસાર, મહિલાઓ અંગે સમાજની વિચારસરણી બદલવાની અત્યંત જરૂર છે. આ ફિલ્મ મહિલાઓની સ્વતંત્રતા માટેની લડાઇ દર્શાવે છે. આ ફિલ્મમાં મનોરંજન પણ છે અને વ્યંગ પણ છે.

એક્તા કપૂર

એક્તા કપૂર

આ ફિલ્મ અંગે એક્તા કપૂરે કહ્યું હતું, પોતાની જાતીય ઇચ્છાઓ જાહેર ન થવા દેવી, એને દબાવી રાખવી એ જાણે મહિલાઓનો સ્વભાવ બની ગયો છે. સમાજ અનુસાર પણ એ જ બરાબર છે. પ્રોડ્યુસર તરીકે મારે ફાઇનાન્શિયલ પાસાને ધ્યાનમાં રાખતા નિર્ણયો લેવા પડે છે, પરંતુ એક મહિલા તરીકે મારે હૃદયનું સાંભળીને નિર્ણય લેવાનો હતો અને આ ફિલ્મ જોયા બાદ મેં એ જ કર્યું.

ફિલ્મનું પ્રમોશન પર્સનલ મિશન

ફિલ્મનું પ્રમોશન પર્સનલ મિશન

એક્તા કપૂરે આગળ કહ્યું કે, 'આ ફિલ્મ ન પણ ચાલે તો પણ મને ખાસ દુઃખ નહીં થાય, કારણ કે મેં આ ફિલ્મ પાછળ વધારે ઇનવેસ્ટ નથી કર્યું, મને એક આશ્વાસન રહેશે કે પરિવર્તનની દિશામાં એક ડગલું આગળ વધવામાં મારો ફાળો હતો. પરંતુ આ ફિલ્મનું પ્રમોશન હવે મારે માટે એક પર્સનલ મિશન બની ગયું છે.'

ટાઇટલ પાછળની વાર્તા

ટાઇટલ પાછળની વાર્તા

તો બીજી બાજુ આ ફિલ્મના ટાઇટલ 'લિપસ્ટિક અંડર માય બુરખા' પાછળનો અર્થ સમજાવતાં ડાયરેક્ટરે જણાવ્યું કે, 'આનો અર્થ છે, સમાજ ગમે એટલા પ્રયત્નો કરે તો પણ મહિલાના સપનાઓને મારી નહીં શકે. અનેક સંઘર્ષ અને લડાઇઓ વચ્ચે પણ મહિલાઓ પોતાના સપના અને પેશન માટે જીવતી રહેશે.'

English summary
Lipstick Under My Burkha: Arjun Kapoor and Naseeruddin Shah joined lipstick rebellion.
Please Wait while comments are loading...