
અર્જૂન રામપાલ અને પત્ની મેહર જેસિયાના છૂટાછેડા, 21 વર્ષના સંબંધ બાદ તૂટ્યુ ઘર
અભિનેતા અર્જૂન રામપાલ અને પત્ની ઘણા સમયથી સાથે નથી રહેતા અને બંને પોતાની મરજીથી અલગ થઈ ગયા હતા. ઘણા સમયથી અર્જૂન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સાથે અને બંનેના લગ્નની ચર્ચાઓ પણ થઈ હતી પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે તમને ચોંકાવી દેશે કારણકે હવે અર્જૂન રામપાલ અને તેમની પત્ની મેહર જેસિઆના અધિકૃત રીતે છૂટાછેડા થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે બંનેએ લગ્નના 21 વર્ષો બાદ એકબીજાને છૂટાછેડા આપ્યા અને હંમેશા માટે અલગ થઈ ગયા.

સ્પેશિયલ મેરેજ એક્ટ
બંનેના છૂટાછેડા વિશે મુંબઈ મિરરે લખ્યુ છે કે પ્રિન્સિપાલ જજ શૈલજા સાવંતે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ બંનેને છૂટાછેડા આપ્યા.

છૂટાછેડાની અરજી
ઉલ્લેખનીય છે કે અભિનેતા અર્જૂન રામપાલે 29 એપ્રિલ 2019ના રોજ છૂટાછેડાની અરજી કરી હતી.
આ પણ વાંચોઃ અજય દેવગણની ફિલ્મ ‘તાનાજી'નુ ટ્રેલર જોઈ ભડક્યા NCP નેતા, ખુલ્લેઆમ આપી ધમકી

6 મહિના બાદ છૂટાછેડા
અર્જૂન રામપાલને 6 મહિના બાદ છૂટાછેડા મળી ગયા પરંતુ તેમની દીકરીઓ હવે મા સાથે જ રહેશે.

બધુ બરાબર નહોતુ
સમાચારોની માનીએ તો વર્ષ 2011થી જ બંને વચ્ચે બનતુ નહોતુ અને વર્ષ 2018માં બંનેએ અલગ થવાનુ મન બનાવી લીધુ હતુ.

છૂટાછેડાનુ એલાન
2018માં અલગ થવાના એલાન બાદ અર્જૂન રામપાલ અલગ થઈ ગયા અને ભાડાના ઘરમાં શિફ્ટ થઈ ગયા.

1998માં લગ્ન
અર્જૂન અને મેહર ઘણા સમય સુધી સાથે રહ્યા. બંનેએ 1998માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. સમાચાર છે કે અર્જૂન રામપાલ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગેબ્રેએલા સાથે લગ્ન કરી શકે છે.