પોતાને સામાન્ય વ્યક્તિ ગણાવતાં અર્જુન રામપાલ
મુંબઈ, 16 મે : મૉડેલમાંથી અભિનેતા બનેલા અર્જુન રામપાલની ગણતરી બૉલીવુડના સુંદર અભિનેતાઓમાં થાય છે, પરંતુ તેમનુ કહેવું છે કે તેઓ આ ખિતાબને ગંભીરતાથી નથી લેતાં.

અર્જુન રામપાલે મુંબઈમાં નીવિડાય મેન ક્રીમના નવા ઉત્પાદનો લૉન્ચ કરતાં જણાવ્યું - હું શકલ-સૂરત ઉપર નથી જતો, હું એક સામાન્ય માણસ ચું. હું નેલ પૉલિશ સુદ્ધા નથી લગાવતો.
સત્યાગ્રહ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહેલાં 40 વર્ષીય અર્જુન રામપાલે દેશના સૌથી વાંછનીય પુરુષ તરીકે પસંદ કરવામાં આવ્યાં, પરંતુ તેમનું કહેવું છે કે આ માત્ર એક ધારણા છે. તેમણે જણાવ્યું - હું પ્રયત્ન કરીશ કે 2013માં પણ આ ખિતાબ જાળવી રાખું, નહિંતર નીવિયા મને ચાલતો કરી દેશે. જોકે પોતાનું ધ્યાન રાખવામાં આવે, તો કોઈ પણ વાંછનીય બની શકે છે.
નોંધનીય છે કે અર્જુન રામપાલને રૉક ઑન તથા રાજનીતિ ફિલ્મો માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. અર્જુન રામપાલે તાજેતરમાં જ ઇનકાર ફિલ્મમાં પણ ચિત્રાંગદા સિંહ સાથે શાનદાર અભિનય કર્યુ હતું.












Click it and Unblock the Notifications
