For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Article 370 હટવા પર આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું લગ્ન કરતાં જ કાશ્મીર છીનવાઈ ગયું હતું

Article 370 હટવા પર આ એક્ટ્રેસે કર્યો ખુલાસો, કહ્યું લગ્ન કરતાં જ કાશ્મીર છીનવાઈ ગયું હતું

By Staff
|
Google Oneindia Gujarati News

જમ્મુ અને કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાના સરકારના ફેસલા બાદ બૉલીવુડથી વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. જેની સાથે જ 'મેરે અંગન મેં' ફેમ કશ્મીરી એક્ટ્રેસ એકતા કૌલે એક ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે એકતા પાછલા વર્ષે એક્ટર સુમિત કૌલને પરણી. નૉન કશ્મીરી સાથે લગ્ન કરવાના કારણે એકતાને પણ નૉન કશ્મીરી ઘોષિત કરી દેવામાં આવી. આ કારણે અનુચ્છેદ 370 હટાવવા પર તે બહુ ખુશ છે. મોદી સરકારના આ ફેસલાને કાશ્મીરી હોવાને નાતે એકતાએ યોગ્ય ઠેરવ્યો છે.

કહ્યું બહુ ખુશ છું

કહ્યું બહુ ખુશ છું

એકતાએ એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે મને પપ્પાએ સવારે ઉઠાડી અને કહ્યું કે જલદી ટીવી જો. હું આ જોઈને બહુ ખુશ છું. એકવાર ફરીથી કાશ્મીર મારું થઈ ગયું. આ મારું રાજ્ય છે. સરકારના ફેસલાથી અમારો આખો પરિવાર ખુશ છે. તે આગળ કહે છે કે...

મને મારું કાશ્મીર પાછું મળી ગયું

મને મારું કાશ્મીર પાછું મળી ગયું

એકતાએ આગળ જણાવ્યું કે લગ્ન કરતા જ એક પળમાં મરાા પાસેથી કાશ્મીર છીનવી લેવામાં આવ્યું હતું. હવે સરકારના આ ફેસલાએ મને મારું કાશ્મિર પાછું આપી દીધું છે. જણાવી દઈએ કે આર્ટિકલ 370ના જૂના નિયમ મુજબ જો કાશ્મીરી છોકરી કોઈ બહારના છોકરા સાથે લગ્ન કરે છે તો તે નૉન કાશ્મીરી થઈ જાય છે.

લગ્ન બાદ મને અહેસાસ થયો

લગ્ન બાદ મને અહેસાસ થયો

એકતાએ આગળ જણાવ્યું કે લગ્ન બાદ મને અહેસાસ થયો કે ચીજો કેટલી બદલાઈ ગઈ છે. હું કેટલી ચીજો હવે નથી કરી શકતી. હું ઘણી ચીજોનો ભાગ નહોતી રહી શકી.

હું કાશ્મીર જવા માંગતી હતી પરંતુ

હું કાશ્મીર જવા માંગતી હતી પરંતુ

તે આગળ કહે છે કે હું હંમેશાથી કાશ્મીરમાં જ જમીન ખરીદવા માંગતી હતી. હું હંમેશા ત્યાં પરત જવા માંગતી હતી. પરંતુ લગ્ન બાદ આ અચાનકથી બદલાઈ ગયું. હું કાશ્મીરનો હિસ્સો નહોતી રહી ગઈ.

મહિલા ભારત કે દુનિયાના કોઈપણ પુરુષ સાથે

મહિલા ભારત કે દુનિયાના કોઈપણ પુરુષ સાથે

જણાવી દઈએ કે આ ફેસલા બાદ એકતાનું માનવું છે કે જ્યારે તેમના માટે બધું જ પહેલા જેવું થઈ જશે. જેવું લગ્ન પહેલા હતું. જણાવી દઈએ કે એકતાનો જન્મ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. વર્ષ 2018માં તેમણે સુમિત સાથે લવ મેરેજ કર્યાં. આર્ટિકલ 370 હટ્યા બાદ હવે મહિલાઓ ભારત કે દુનિયાના કોઈપણ પુરુષ સાથે લગ્ન કરે તો પણ તેમની નાગરિકતા નહિ છિનવાય.

કિકુ શારદા સામે FIR નોંધાઈ, જાણો આખો મામલો કિકુ શારદા સામે FIR નોંધાઈ, જાણો આખો મામલો

English summary
article 370: ekta kaul said i am very happy about government's decision
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X