For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું આજે મન્નતમાં ગૌરી ખાનનો જન્મદિવસ મનાવી શકશે આર્યન ખાન? 12.30 વાગે આવશે ચુકાદો-જેલ કે બેલ?

શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન 8 ઓક્ટોબરે પોતાનો 51મો જન્મદિવસ મનાવતી પરંતુ આ વર્ષે મન્નતમાં સન્નાટો છે અને સહુ કોઈને શાહરુખ ખાનના દીકરી આર્યન ખાનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન 8 ઓક્ટોબરે પોતાનો 51મો જન્મદિવસ મનાવતી પરંતુ આ વર્ષે મન્નતમાં સન્નાટો છે અને સહુ કોઈને શાહરુખ ખાનના દીકરી આર્યન ખાનના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા છે. આર્યનની જામીન અરજી પર સુનાવણી, તેની મા ગૌરી ખાનના જન્મદિવસે થવાની છે. 12.30 વાગે સુનાવણી થશે. હવે જોવાનુ એ છે કે આર્યન ખાન ઘરે આવીને મા સાથે જન્મદિવસ મનાવી શકે છે કે નહિ અને ખાન પરિવારની મુશ્કેલીઓ ખતમ થઈ શકે છે કે નહિ. અત્યાર સુધી આર્યન ખાન એનસીબીની કસ્ટડીમાં હતો જ્યાંથી તેને જ્યુડિસીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેની અંતરિમ જામીન અરજી ફગાવી દેવામાં આવી છે અને જામીન અરજી પર આજે સુનાવણી છે.

આજે નક્કી થશે કે આર્યન જેલમાં જશે કે ઘરે જશે

આજે નક્કી થશે કે આર્યન જેલમાં જશે કે ઘરે જશે

ઉલ્લેખનીય છે કે આર્યન ખાનને જો કે કોર્ટે જેલમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો પરંતુ કોર્ટે આ ચુકાદો ગુરુવારે સાંજે 7 વાગ્યા પછી આપ્યો હતો. એવામાં આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ દલીલ રજૂ કરીને કહ્યુ કે 7 વાગ્યા બાદ કોવિડ રિપોર્ટ આવ્યા વિના જેલ જવાનુ સંભવ નહિ બને. એવામાં અદાલતે વધુ એક રાત આર્યનને એનસીબીની કસ્ટડીમાં રાખવા માટે કહ્યુ અને તેની જામીન અરજી પર શુક્રવારે 12.30 વાગે સુનાવણીનો આદેશ આપ્યો. આજે નક્કી થશે કે એનસીબીની કસ્ટડીમાંથી નીકળીને આર્યન ખાન હવે જેલમાં જશે કે પછી ઘરે જઈને મા ગૌરી ખાનને જન્મદિવસની ભેટ આપી શકશે.

2 ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડી

2 ઓક્ટોબરથી એનસીબીની કસ્ટડી

આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ 2 ઓક્ટોબરે એક શિપ પર ચાલી રહેલ રેવ પાર્ટીમાંથી પકડ્યો. આર્યન અને તેના દોસ્તો પર ડ્ર્ગ્ઝ લેવાનો આરોપ હતો. જો કે, આર્યન ખાન પાસેથી ના તો કોઈ ડ્રગ્ઝ મળી છે અને ના આર્યન ખાને ડ્રગ્ઝનુ સેવન કર્યુ હતુ. આર્યનની એનસીબીએ 2 ઓક્ટોબરે પૂછપરછ શરૂ કરી અને આ પૂછપરછમાં આર્યન ખાને બે વાતો કબૂલ કરી - પહેલી કે તે 4 વર્ષથી ડ્રગ્ઝનુ સેવન કરી રહ્યો છે અને બીજી એ કે તેના પિતા શાહરુખ ખાને તેને સાવચેત કર્યો હતો કે શહેરમાં ઠેર-ઠેર એનસીબી રેડ પાડી રહી છે માટે તે જ્યાં પણ જાય ત્યાં સમજી-વિચારીને જાય.

કસ્ટડી વધારવાની માંગ

કસ્ટડી વધારવાની માંગ

બે વાતો કબૂલ્યા બાદ એનસીબીએ 3 ઓક્ટોબરે આર્યન ખાનની ધરપકડ કરી લીધી. એ દિવસે તેને કોર્ટમાં હાજર કર્યો અને એનસીબીએ તેની કસ્ટડીની ડિમાન્ડ 4 ઓક્ટોબર સુધી માંગી. એનસીબીનુ કહેવુ હતુ કે આર્યન ખાનના ફોનમાંથી અમુક વાંધાજનક ફોટા અને કોડ નેમ મળ્યા છે જેનાથી બિટ કૉઈન, ક્રિપ્ટો કરન્સી અને ડ્રગ્ઝ સિંડિકેટની માહિતી મળી શકે છે. 4 ઓક્ટોબરે આર્યન ખાનને પાછો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો અને એનસીબીએ એક વાર ફરીથી 7 ઓક્ટોબર સુધી આર્યનની કસ્ટડી માંગી અને કોર્ટે મંજૂર કરી દીધી.

કોર્ટે આપી જ્યુડિસિયલ કસ્ટડી

કોર્ટે આપી જ્યુડિસિયલ કસ્ટડી

7 ઓક્ટોબરે જ્યારે આર્યન ખાન પોતાના કેસની સુનાવણી માટે કોર્ટ પહોંચ્યો તો એક વાર ફરીથી એનસીબીએ 11 ઓક્ટોબર સુધી માટે આર્યન ખાનની કસ્ટડી માંગી. પરંતુ આ વખતે કોર્ટે એનસીબીને ઝટકો આપીને આર્યનને 14 દિવસની જ્યુડિસિયલ કસ્ટડીમાં સોંપી દીધો. આનો અર્થ એ છે કે આર્યન ખાન હવે મુંબઈની જેલમાં રહેશે અને એનસીબીને જ્યારે પણ પૂછપરછ કરવી હશે તેણે કોર્ટમાંથી પરમિશન લેવી પડશે.

વકીલે કરી અંતરિમ બેલની અપીલ

વકીલે કરી અંતરિમ બેલની અપીલ

આર્યન ખાનને જેવો કોર્ટે 14 દિવસની જ્યુડિસિયલ કસ્ટડીમા મોકલવાનો ચુકાદો આપ્યો તેવો આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ અંતરિમ જામીનની અપીલ કરી. અંતરિમ જામીનનો અર્થ છે કે આરોપીને તરત જ જામીન પર ઘરે મોકલી શકાય છે. સતીશ માનશિંદેનુ કહેવુ હતુ કે આર્યનને સેક્શન 27 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ આટલા દિવસમાં તેની સામે ના કોઈ તપાસ થઈ છે અને ના કોઈ પુરાવા મળ્યા છે. તો આગળ પણ એવુ શું નવુ થઈ જવાનુ છે. આર્યન સંપૂર્ણપણે આ કેસમાં સહયોગ આપવા માટે તૈયાર હતા પરંતુ કોર્ટે આર્યનની અંતરિમ જામીન પણ ફગાવી દીધી.

આજે થશે જામીનની સુનાવણી

આજે થશે જામીનની સુનાવણી

હવે આર્યન ખાન કેસમાં તેની જામીન અરજી પર આજે સુનાવણી થશે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે પહેલા જ પોતાની દલીલ રજૂ કરીને કહી ચૂક્યા છે કે આ કેસમાં આર્યન ખાન સામે કોઈ પુરાવા મળ્યા નથી. એવામાં તેમના ક્લાયન્ને કસ્ટડીમાં બંદી બનાવીને રાખવાનો શું અર્થ છે? આર્યન ખાન તરફથી માનશિંદેએ કહ્યુ કે ના મે પોતાના ફોન સાથે છેડછાડ કરી અને ના સહયોગમાં કમી રાખી છે, તો મને કસ્ટડીમાં કેમ રાખવામાં આવી રહ્યો છે?

આજે આવશે ચુકાદો - જેલ કે બેલ

આજે આવશે ચુકાદો - જેલ કે બેલ

સતીશ માનશિંદેએ સ્પષ્ટ કહ્યુ કે આર્યનને કસ્ટડીમાં રાખવાનો એક જ હેતુ હતો - અસલી ગુનેગારનો શોધવો. પરંતુ જ્યાં સુધી અસલી ગુનેગાર ન મળી જાય ત્યાં સુધી આર્યન કસ્ટડીમાં ન રહી શકે. બાકીના લોકો(આર્યનના દોસ્ત અરબાઝ મર્ચન્ટ) સાથે અમારે કોઈ લેવા-દેવા નથી. હવે જોવાનુ એ છે કે જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટ શું ખરેખર મન્નમાં ઉજવણીનુ કારણ આપે છે કે નહિ.

English summary
Aryan Khan's fate will be decided after bail hearing at 12.30 pm. Will he celebrate Gauri Khan's birthday at his home Mannat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X