Pics : ધડાકાભેર કમબૅક કરશે અસીન થોટ્ટુમકલ
મુંબઈ, 16 જુલાઈ : ફિલ્મ ગઝની દ્વારા બૉલીવુડમાં પદાર્પણ કરનાર અભિનેત્રી અસીન થોટ્ટુમકલ ની છેલ્લી ફિલ્મ ખિલાડી 786 હતી કે જે ખાસ સફળ નહોતી રહી. તે પછી તેઓ હવે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છે. અસીને ગઝની બાદ ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું. હાલમાં તેઓ પોતાની ફિલ્મ વેલકમ બૅકમાં કામ કરી રહ્યાં છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોથી કૅરિયર શરૂ કરનાર અસીને લંડન ડ્રીમ્સ, હાઉસફુલ 2, રેડી, બોલ બચ્ચન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ફિલ્મો સાથે જ તેમણે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થોડીક જ એવી અભિનેત્રીઓ છે કે જેમને પ્રારંભિક કૅરિયરમાં જ આમિર ખાન કે સલમાન ખાન અને અજય દેવગણ કે અક્ષય કુમાર જેવા સ્ટાર્સ સાથે કામ કરવાની તક મળી હોય.
અસીન હાલમાં ઇનોસંટ સ્માઇલ તેમજ સૌંદર્યની સાથે જાહેરખબરોમાં પણ દેખાય છે. ગઝનીમાં આમિર ખાન સાથે તેમના શાનદાર અભિનય માટે તેમને ફિલ્મફૅર બેસ્ટ ફીમેલ ડેબ્યુ ઍવૉર્ડથી સન્માનવમાં આવ્યા છે. હવે તેઓ બૉલીવુડમાં ધડાકાભેર કમબૅક કરવા તૈયાર છે.

મોટા કલાકારો સાથે શરુઆત
અસીને બૉલીવુડમાં પોતાના અત્યાર સુધીના કૅરિયર દરમિયાન તમામ મોટા કલાકારો સાથે કામ કરી લીધું છે. શરુઆત જ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સાથે કરનાર અસીનની છેલ્લી ફિલ્મ ખિલાડી 786 અક્ષય કુમાર સાથે હતી.

સલમાન પણ હીરો
સલમાન સાથે લંડન ડ્રીમ્સ બાદ રેડી ફિલ્મમાં પણ અસીને કામ કર્યું છે. બીજી બાજુ અજય દેવગણ સાથે પણ તેઓ બોલ બચ્ચન ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે.

લગ્નની ચર્ચાઓ
ફાયર બ્રિગેડ મંગવા દે... અંગારોં પર હૈં અરમાં... ઓ બલમા... ગીતને પડદા ઉપર ગાનાર અભિનેત્રી અસીન તાજેતરમાં પોતાના લગ્ન અંગે ચર્ચામાં હતાં.

પાંચ વર્ષમાં છ ફિલ્મો
આ દક્ષિણ ભારતીય અભિનેત્રીએ પાંચ વર્ષ દરમિયાન છ ફિલ્મોમાં કામ કર્યું છે.

વેલકમ બૅક સાથે કમબૅક
અસીન વેલકમ બૅક સાથે બૉલીવુડમાં કમબૅક કરી રહ્યાં છે. વેલકમની આ સિક્વલમાં જ્હૉન અબ્રાહમ લીડ રોલમાં છે.

ફિલ્મફૅર ઍવૉર્ડ
ગઝનીમાં આમિર ખાન સાથે તેમના શાનદાર અભિનય માટે તેમને ફિલ્મફૅર બેસ્ટ ફીમેલ ડેબ્યુ ઍવૉર્ડથી સન્માનવમાં આવ્યા છે.

જાહેરખબરોમાં અસીન
અસીન હાલમાં ઇનોસંટ સ્માઇલ તેમજ સૌંદર્યની સાથે જાહેરખબરોમાં પણ દેખાય છે.

લગ્ન હાલ નહિં
અસીને લગ્નની તમામ ચર્ચાઓ પર બ્રેક લગાવતાં જણાવ્યું કે આ તમામ સમાચારો બકવાસ છે. તેઓ લગ્ન નથી કરી રહ્યાં.

સારી સ્ક્રિપ્ટનો ઇંતેજાર
અસીન હવે એક સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યાં છે.












Click it and Unblock the Notifications
