Pics : હવે જોવા મળશે આયુષ્માનનો સિક્સ પૅક અવતાર

મુંબઈ, 10 જુલાઈ : બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ યશ રાજ ફિલ્મ્સના બૅનર હેઠળની ફિલ્મ માટે સિક્સ પૅક બનાવ્યું છે. તેમણે આ ફિલ્મમાં સ્ક્વૅશ ખેલાડીની ભૂમિકા અદા કરી છે.

મેન્સ હૅલ્થ મૅગેઝીનની નવી આવૃત્તિમાં વિકી ડૉનર ફૅમ આયુષ્માન ખુરાના પોતાના સિક્સ પૅકમાં નજરે પડી રહ્યાં છે. મૅગેઝીનનું કવર પેજ લૉન્ચ કરતાં 28 વર્ષીય આયુષ્માને જણાવ્યું - નો ડાઉટ, આ સોનમ કપૂર સાથે વાયઆરએફ બૅનર હેઠળ બનનાર મારી નવી ફિલ્મ માટે છે. મેં તેમાં સ્ક્વૅશ ખેલાડીનો રોલ કર્યો છે. તેથી આ મારા રોલને અનુરૂપ અને જરૂરિયાત મુજબ છે.

નોંધનીય છે કે બૉલીવુડ જગતમાં સિક્સ પૅકનું ચલણ સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન અને રણવીર સિંહ જેવા અભિનેતાઓના કારણે લોકપ્રિય થયું છે.

આવો તસવીરો સાથે જોઇએ વધુમાં શું કહે છે આયુષ્માન ખુરાના :

દરેકની પાસે કારણ

દરેકની પાસે કારણ

આયુષ્માન ખુરાનાએ જણાવ્યું - દરેકની પાસે સિક્સ પૅક બનાવવાના પોત-પોતાના કારણો હોય છે. મને નથી લાગતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ કારણ વગર સિક્સ પૅક બનાવે.

મુશ્કેલ કામ

મુશ્કેલ કામ

તેમણે જણાવ્યું - સિક્સ પૅક બનાવવું ખૂબ જ મુશ્કેલ કામ છે. તે સરળ નથી. તે કોઈ ખાસ રોલ માટે જ હોય છે.

આરોગ્ય વધારે આત્મવિશ્વાસ

આરોગ્ય વધારે આત્મવિશ્વાસ

આયુષ્માનું માનવું છે - વ્યક્તિ કોઈ પણ પ્રોફેશનમાં હોય, પરંતુ શારીરિક રીતે સ્વસ્થ રહેવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે.

ગીત પણ ગાશે આયુષ્માન

ગીત પણ ગાશે આયુષ્માન

આયુષ્માન વાયઆરએફની આ ફિલ્મ માટે એક ગીત પણ ગાશે. તેઓ અગાઉ પાની દા રંગ... અને સાડ્ડી ગલી આજા... જેવા ગીતો ગાઈ ચુક્યાં છે. આયુષ્માન ખુરાનાએ પોતાની પ્રથમ ફિલ્મ વિકી ડૉનરમાં પાની દા રંગ... ગીત ગાયુ હતું, જ્યારે બીજી ફિલ્મ નૌટંકી સાલા માટે બે ગીતો સાડ્ડી ગલી... અને તૂ હી તૂ... ગાઈ ચુક્યાં છે.

સોનમ-ઋષિ

સોનમ-ઋષિ

નૂપુર અસ્થાના દિગ્દર્શિત આ ફિલ્મમાં સોનમ કપૂર તથા ઋષિ કપૂર પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X