દિશા પટાની એ કહ્યું, સ્ટ્રગલ વખતે ખિસ્સામાં હતા 500 રૂપિયા

Posted By:
Subscribe to Oneindia News

બાગી 2 ફિલ્મ રિલીઝ સાથે જ્યાં એક તરફ ફિલ્મમેકર ફિલ્મને મળેલી શાનદાર શરૂઆતથી ખુશ છે. ત્યાં જ બીજી બાજુ દિશા પટાની પણ ખુબ ખુશ દેખાઈ રહી છે. ટાઇગર શ્રોફ ની રિયલ લાઈફ ગર્લફ્રેંડ દિશા પટાની ના અભિનય ના પણ ચારે તરફ વખાણ થઇ રહ્યા છે.

દિશા પટાની ઘ્વારા પોતાના જીવન વિશે ખુલાસો કરતા જણાવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા હતા અને સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા.

દિશા પટાની ની ફિલ્મ ખુબ જ સારો બિઝનેસ કરી રહી છે. દિશા પટાની ખાલી 2 બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તેની સાથે તેઓ ટાઇગર શ્રોફ સાથે એક આલબમ માં પણ દેખાઈ ચુક્યા છે.

એમએસ ધોની ફિલ્મ

એમએસ ધોની ફિલ્મ

દિશા પટાની પહેલા એમએસ ધોની ફિલ્મમાં જોવા મળી હતી. જેમાં દિશાનો રોલ ખુબ જ નાનો હતો. પરંતુ તેની ક્યુટનેસ લોકોમાં દિલમાં ચોક્કસ વસી ગયી હતી. હવે જયારે તેની બીજી ફિલ્મ આવી છે તો લોકોએ તેને ભરપૂર પ્રેમ આપ્યો છે. એટલે તેનું ખુશ થવું તો બને જ છે.

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ

દિશા પટાની ઘણી ફિલ્મો માટે રિજેક્ટ થઇ ચુકી છે. આ વાતને પોઝિટિવ રીતે લેતા દિશા જણાવે છે કે જયારે પણ તમારી સાથે કંઈક આવું થાય છે ત્યારે નીચે પડવાની જગ્યા એ તમે ઉપર ઉઠો છો અને તમને ખબર પડે છે કે તમે હજુ તેના માટે તૈયાર નથી. તમારે હજુ વધારે મહેનત કરવાની જરૂર છે.

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા

દિશા પટાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેઓ મુંબઈ આવ્યા ત્યારે તેમના ખિસ્સામાં ફક્ત 500 રૂપિયા જ હતા. સ્ટ્રગલ દરમિયાન તેઓ ઘરેથી પૈસા મંગાવતી ના હતી. નવા શહેરમાં તેઓ એકલી રહેતી અને ઘણી મુસીબતો ફેસ કરતી હતી. દિશા પાસે કોઈ નોકરી ના હતી અને તેઓ વિચારતા હતા કે જલ્દી તેમને નોકરી નહીં મળી તો તેઓ ઘરનું ભાડું પણ નહીં આપી શકે.

બાગી 2 ફિલ્મ પ્રોમોશન

બાગી 2 ફિલ્મ પ્રોમોશન

વચ્ચે ખબર આવી રહી હતી કે બાગી 2 ફિલ્મ પ્રોમોશન દરમિયાન ટાઇગર બધી જ લાઈમલાઈટ લઇ જતા હતા જેનાથી તમે દુઃખી હતા. તેના જવાબમાં દિશા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એવું કઈ પણ નથી. મને સાથે કોઈ જ ફરિયાદ નથી અને તેનાથી હું પરેશાન પણ નથી.

English summary
Baaghi 2 actress disha patani revealed about struggle days. She confessed that she gave up on her studies to fulfil her dreams of becoming an actor. She came to Mumbai with only 500 rupees.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.