
‘બાહુબલી'ના આ અભિનેતાની પત્નીએ કરી આત્મહત્યા, સામે આવ્યુ ચોંકાવનારુ કારણ
ફિલ્મ બાહુબલીથી ચર્ચામાં આવેલ અભિનેતા મધુ પ્રકાશની પત્ની ભારતીએ આત્મહત્યા કરી લીધી છે. હંસ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ ભારતીએ હૈદરાબાદના પોતાના ઘરમાં પંખા સાથે લટકીને પોતાનો જીવ આપી દીધો. મધુ પ્રકાશની પત્નીની આત્મહત્યા પાછળનુ કારણ હજુ સુધી જાણવા મળી શક્યુ નથી. માનવામાં આવી રહ્યુ છે કે ભારતી, મધુ પ્રકાશની લાઈફ સ્ટાઈલ માટે તણાવમાં હતી અને તેને એ પણ શંકા હતી કે મધુની પોતાની કો-સ્ટાર સાથે અફેર ચાલી રહ્યો છે.

મધુ પ્રકાશની પત્નીએ કરી આત્મહત્યા
ફિલ્મ બાહુબલીમાં એક નાની ભૂમિકા નિભાવનાર મધુ પ્રકાશ સાંજે 7.30 વાગે પાછા આવ્યા હતા અને તેમણે પત્ની ભારતીને રૂમમાં પંખા સાથે લટકતી જોઈ હતી. આ જોઈને મધુએ તરત જ પોલિસને કૉલ કર્યો. સૂચના મળતા જ પહોંચેલી પોલિસે આ મામલે મધુનુ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી લીધુ છે અને મધુની પત્નીના શબને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યુ છે.

મધુએ બાહુબલીમાં નાની ભૂમિકા નિભાવી હતી
શહેર પોલિસે આ મામલે કેસ નોંધી લીધો છે. રિપોર્ટ મુજબ મધુના વર્તન માટે બંને વચ્ચે ઘણી વાર બંને વચ્ચે ઝઘડો થતો હતો. મધુ હંમેશા રાતે મોડેથી ઘરે આવતો હતો અને આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. મધુ પ્રકાશ સવારે 10 વાગે શૂટ માટે નીકળતો હતો. ભારતીએ ફોન પર મધુને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી પરંતુ પત્નીની વાતોને તેણે નજરઅંદાજ કરી દીધી.
આ પણ વાંચોઃ રામનો જન્મ ક્યાં થયો તે સાબિત ન કરી શકીએ, શ્રદ્ધા જ પુરાવોઃ રામ લલ્લા વિરાજમાન

પોલિસે ફાઈલ કર્યો કેસ
પોલિસે મધુનુ નિવેદન નોંધી લીધુ છે અને આ કેસમાં બધા પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. મધુ પ્રકાશ અને ભારતીની વર્ષ 2015માં લગ્ન થયા હતા અને બંને હૈદરાબાદમાં સાથે રહેતા હતા. ભારતીને શંકા હતી કે મધુનો પોતાની કો-સ્ટાર સાથે અફેર ચાલી રહ્યો છે. આ માટે તે હંમેશા તણાવમાં રહેતી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ ભારતી એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી હતી.