Box Office: ના કેટરીના ચાલી, ના ચાલ્યો આ "ખાન"

ફિલ્મ રિલિઝ થવાની સાથે જ તેનો બોક્સ ઓફિસ રિપોર્ટે ફિલ્મની સચ્ચાઇ બહાર લાવી દે છે. જો કે ધણીવાર ફિલ્મ સારી હોવા છતાં બોક્સ ઓફિસ પર પીટાઇ જાય છે. પણ મોટે ભાગે બકવાસ ફિલ્મોની સચ્ચાઇ બોક્સ ઓફિસ પર પહેલા બે દિવસમાં જ બહાર આવી જતી હોય છે. અને આવું જ કંઇક આ શુક્રવારે રિલિઝ થયેલી ફિલ્મમાં પણ જોવા મળ્યું.

આ શુક્રવારે કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હૌત્રાની બાર બાર દેખો અને નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મ ફ્રીકી અલી રિલિઝ થઇ હતી. પણ બન્ને ફિલ્મોનું નિરાશાજનક ઓપનિંગ કરી છે. જેના કારણે શુક્રવારે બાર બાર દેખોએ અંદાજે 6.81 કરોડની કમાણી કરી છે જ્યારે ફ્રીકી અલીએ 2.55 કરોડની અંદાજીત કમાણી કરીને ખુશ થવું પડ્યું છે. ત્યારે 2016માં છપ્પર ફાડ ઓપનિંગ કરનાર ફિલ્મોનું લિસ્ટ વાંચો અહીં...

સુલ્તાન

સુલ્તાન

આ વર્ષે સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ રહી સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન, જેણે 36.54 કરોડની ઓપનિંગ કરી હતી.

ફૈન

ફૈન

તો સલમાન ખાન બાદ આ લિસ્ટમાં બીજો નંબર પણ એક ખનાનો જ છે. બીજા નંબર પર છે શાહરૂખ ખાનની ફિલ્મ ફેન જેણે 19.20 કરોડનું કલેક્શન કર્યું હતું.

હાઉસફુલ 3

હાઉસફુલ 3

તો ત્રીજા નંબર પર અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 3 છે જેણે પહેલા દિવસે 15.21 કરોડની કમાણી કરી હતી.અને આ ફિલ્મની કોમેડીએ જ આ ફિલ્મને હિટ બનાવી હતી.

રુસ્તમ

રુસ્તમ

તો ચોથા નંબર પર પણ અક્ષય કુમારની ફિલ્મ રુસ્તમ છે જેણે 14.11 કરોડની કમાણી કરી હતી. અને તેની સ્ટોરી એટલી સ્ટ્રોંગ હતી કે ફિલ્મે આવનારા દિવસોમાં પણ સારી કમાણી કરી હતી.

એરલિફ્ટ

એરલિફ્ટ

તો પાંચમાં ક્રમ પણ અક્ષય કુમારની ફિલ્મ એરલિફ્ટ હતી જેણે 2016ની શરૂઆતમાં 12.35 કરોડની ઓપનિંગ કરી બોલીવૂડને એક સારી શરૂઆત આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X