દાદરા ચઢી બીમાર દાદા અમિતાભને જોવા પહોંચી આરાધ્યા
મુંબઈ, 17 ઑક્ટોબર : બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન આજકાલ બીમાર ચાલી રહ્યાં છે. તેઓ ગઈકાલે એકદમ લાગણીશીલ બની ગયા કે જ્યારે તેમની બે વર્ષીય પૌત્રી આરાધ્યા તેમના રૂમમાં પહોંચી ગઈ. દાદાનો હાલ જામવા માટે આરાધ્યા તેમના રૂમે પહોંચી. પૌત્રીને જોઈ દાદૂ અમિતાભ બચ્ચન લાગણીશીલ બની ગયાં.
અમિતાભ બચ્ચન હાલ તાવ અને પેટમાં ઇન્ફેક્શનથી પીડાય છે. તેઓ આરામ કરી રહ્યાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની પુત્રી આરાધ્યા આગામી 16મી નવેમ્બરના રોજ બે વરસની થવાની છે. અમિતાભે બુધવારે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - નાનકડી આરાધ્યા દાદરા ચઢી રૂમમાં મારા હાલ-ચાલ જાણવા આવી અને પોતાની કાલીઘેલી ભાષામાં મારી સાથે તેણે વાત કરી.
અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેઓ જેટલું બની શકે આરામ કરી રહ્યાં છે. 71 વર્ષીય બચ્ચને જણાવ્યું કે તેમને સાજા થવામાં હજી ઓછામાં ઓછા ચાર દિવસ લાગશે. તેમણે જણાવ્યું - જરૂરી મીટિંગો હોવા છતા આજે (બુધવારે) આખો દિવસ પથારીમાંથી હલ્યો નથી. આખો દિવસ પથારી પર સૂતા-સૂતા ક્રિકેટ જોતો રહ્યો. અમિતાભ બચ્ચન હાલ સોની ટીવી પર પ્રસારિત થતા કૌન બનેગા કરોડપતિ શોની યજમાની કરી રહ્યાં છે.