બચ્ચન પરિવારની દિવાળી પાર્ટી, આખુ બોલીવુડ એક જ જગ્યાએ, જુઓ તસવીરો...

Subscribe to Oneindia News

દિવાળી પર દર વર્ષે બોલીવુડમાં એક વસ્તુ જરુર થાય છે અને તે એ કે અમિતાભ બચ્ચનના ઘરે આખા બોલીવુડના સિતારાઓ દિવાળીની પાર્ટીમાં પહોંચી જાય છે. ઘણા વર્ષોથી અમિતાભનો આ દિવાળી જલસો આ પ્રમાણે જ લોકપ્રિય છે. કાલે રાતે પણ લગભગ આખુ બોલીવુડ બચ્ચન પરિવારના વાર્ષિક દિવાળી જલસામાં હાજર હતુ. દિવાળી પાર્ટીમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન એક જ રંગમાં નજરે પડ્યા તો આ તરફ અમિતાભ અને જયા બચ્ચન પણ એક જેવા લાલ રંગમાં નજરે પડ્યા.

બેસ્ટ હોસ્ટ

બેસ્ટ હોસ્ટ

અમિતાભ અને જયા બચ્ચન પરફેક્ટ હોસ્ટની ભૂમિકામાં નજરે પડ્યા. બંને મહેમાનોના સ્વાગત માટે ઘરની બહાર ઉભા હતા.

બચ્ચન દીકરો-વહુ

બચ્ચન દીકરો-વહુ

અભિષેક-ઐશ્વર્યા પણ મેચિંગ સફેદ પરિધાનમાં પરફેક્ટ દીકરા-વહુ તરીકે નજરે પડ્યા.

જોડીઓમાં પહોંચ્યા સિતારા

જોડીઓમાં પહોંચ્યા સિતારા

બિપાશા બાસુ પોતાન પતિ કરણ સિંહ ગ્રોવર સાથે તો કેટરિના કૈફ કબીર ખાન સાથે પહોંચી હતી.

મસ્તીભર્યો માહોલ

મસ્તીભર્યો માહોલ

ઘરની અંદરનો માહોલ તો એકદમ અલગ જ હતો. બધા મસ્તીના મૂડમાં હતા.

સેલ્ફીવાળી દિવાળી

સેલ્ફીવાળી દિવાળી

બિપાશા બાસૂએ આ ફોટો ઇંસ્ટાગ્રામ પર મૂકી અને લખ્યુ કે અમિતાભ બચ્ચન બધાથી કૂલ છે.

awww વાળી સેલ્ફી

awww વાળી સેલ્ફી

બિપાશા બાસૂ બચ્ચન પરિવારની હંમેશા નજીક જરી છે અને તે આ તસવીર પરથી દેખાઇ આવે છે.

અબ્બાસ મસ્તાન સાથે

અબ્બાસ મસ્તાન સાથે

લોકપ્રિય સસ્પેંસ ફિલ્મોના દિગ્દર્શક ભાઇઓ અબ્બાસ મસ્તાન પણ પાર્ટીમાં પહોંચ્યા.

બેસ્ટ ફ્રેંડવાળી સેલ્ફી

બેસ્ટ ફ્રેંડવાળી સેલ્ફી

ઐશ્વર્યા રાય પોતાના બેસ્ટ ફ્રેંડ મનીષ મલ્હોત્રા સાથે. જો કે આ પાર્ટીમાંથી કરણ જોહર ગાયબ હતો.

રોક ઓન 2

રોક ઓન 2

બચ્ચનની પાર્ટીમાં રોક ઓન 2 ના સિતારા ફરહાન અખ્તર અને શ્રદ્ધા કપૂર પણ પહોંચ્યા.

સારા અલી ખાન

સારા અલી ખાન

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન બચ્ચનની પાર્ટીમાં પહોંચી. તો બીજી તરફ અમિતાભ બચ્ચનની વઝીરની સ્ટાર અદિતિ રાવ હૈદરી પણ પાર્ટીમાં પહોંચી.

એ દિલ હે મુશ્કીલ

એ દિલ હે મુશ્કીલ

ઐશ્વર્યા રાયના સહ કલાકાર રણબીર કપૂર પન પોતાના દોસ્ત અયાન મુખર્જી સાથે પાર્ટીમાં પહોંચ્યા.

સંજય દત્ત ઘેરાયા

સંજય દત્ત ઘેરાયા

સંજય દત્ત પોતાના ફેંસથી ઘેરાઇ ગયા હતા.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલન પોતાના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે પાર્ટીમાં પહોંચી. તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આફતાબ શિવદાસાની

આફતાબ શિવદાસાની

અભિષેક બચ્ચનના ખાસ દોસ્ત અભિષેક શિવદાસાની અને રેમો ડિસૂઝા પણ પાર્ટીમાં પહોંચ્યા.

English summary
Bachchan Family's Diwali bash was a star studded affair and attended by almost whole of Bollywood. See Pics.
Please Wait while comments are loading...