For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#BangaloreMolestation: બોલિવૂ઼ડ સ્ટાર્સે અબુ આઝમીના નિવેદનને વખોડ્યું

ફરહાન અખ્તર, વરુણ ધવન જેવા બોલિવૂડ સ્ટાર્સે બેંગ્લોર છેડખાનીના મુદ્દે અબુ આઝમીએ કરેલા શરમજનક નિવેદનને વખોડી કાઢ્યું.

By Shachi
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર જેવા શહેરમાં 31 ડિસેમ્બરની રાતે મહિલાઓ અને યુવતીઓ સાથે થયેલા મોલેસ્ટેશનના કેસમાં પોલિટિશ્યનો દ્વારા મહિલાઓને અને તેમના પહેરવેશને જવાબદાર ગણાવવામાં આવ્યા છે. કર્ણાટકના ગૃહમંત્રી જી.પરમેશ્વરા તથા સપાના નેતા અબુ આઝમીએ પોતાના નિવેદનોમાં તેમણે મહિલાઓના પહેરવેશ જ આવી ઘટનાઓ પાછળનું મુખ્ય કારણ હોવાનું કહેતાં વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં બોલિવૂડ સ્ટાર્સે મહિલાઓનો પક્ષ લેતાં પોલિટિશ્યન્સના આવા નિવેદનોને વખોડી કાઢ્યા છે.

farhan varun

ખાસ કરીને અબુ આઝમીના વિવાદાસ્પદ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો છે. અબુ આઝમીએ આ અંગેના પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, 'યુવતીઓએ આવા કપડા પહેરી મોડી રાતે પોતાના પતિ કે ભાઇ વિના પાર્ટી કરવા બહાર ન જવું જોઇએ.' સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, 'આજના મોડર્ન જમાનામાં છોકરીઓ જેટલી નગ્ન દેખાય તેટલી જ તેને વધુ ફેશનેબલ માનવામાં આવે છે.' આબુ આઝમી દ્વારા કરાયેલા આ નિવેદન સામે બોલિવૂડ સ્ટાર્સે તેમજ અન્ય લોકોએ પણ ભારે વિરોધ નોંધાવ્યો છે. વરુણ ધવન, ફરહાન અખ્તર, ઋચા ચઢ્ઢા, શ્વેતા પંડિત, ઇશા ગુપ્તા જેવા બોલિવૂડ સ્ટાર્સે ટ્વીટરનો આધાર લઇ અબુ આઝમીના આ નિવેદનને વખોડી કાઢ્યું છે.

અહીં વાંચો - બેંગ્લુરુ છેડછાડ મામલો: કોઇએ આપ્યો સાથ તો કોઇએ કર્યો વિવાદ!

English summary
Farhan Akhtar, Varun Dhawan lashes out at politician Abu Azmi on his shameful comment on Bangalore molestation case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X