બપ્પીદાએ નોંધાવી ઉમેદવારી, અનિલ કપૂર કિરણ ખેરની પડખે

Google Oneindia Gujarati News

ભારતમાં ચૂંટણી મહોત્સવ શરૂ થઇ ગયો છે, અને આ જોરદાર આગાજ સોમવારે અસમ અને ત્રિપુરામાં જોરદાર પોલિંગ દ્વારા શરૂ પણ થઇ ગયું છે. જ્યાં દરેક પાર્ટીનો ઉમેદવાર વોટરોને દરેક પ્રકારે લુભાવવાની કોશીશ કરી રહ્યો છે, જ્યારે બીજી બાજુ ફિલ્મી સ્ટાર જોરસોરથી વોટ આપવાની અપીલ કરી રહ્યા છે.

જોકે આ ચૂંટણી મેદાનમાં ઘણા ફિલ્મ સ્ટારો પણ મેદાનમાં પોતાનું નસીબ અજમાવા ઉતર્યા છે, જેમના માટે પ્રચાર પ્રસાર કરવા માટે અન્ય બોલિવુડ સ્ટાર પણ માર્ગો પર દેખાઇ રહ્યા છે. એ સ્પષ્ટ છે કે આ વખતની ચૂંટણી એ ભારે આકર્ષક અને રસપ્રદ બની રહેવાની છે.

આમિર ખાન, રણવીર કપૂર, કપિલ શર્મા બાદ હવે અભિનેતા આર. માધવને પણ લોકોને વોટિંગ પ્રત્યે જાગૃત કરતા જણાવ્યું કે જવાબદાર નાગરિક બનીએ અને વોટિંગ જરૂર કરીએ. માધવને જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આ સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. અને હું ઇચ્છું છું કે આપ સૌ વોટિંગ જરૂર કરો.

એવી જ રીતે ડિસ્કો સોંગ પર લોકોને ઉ લા લા.. કરાવનારા જાણીતા સિંગર અને સંગીતકાર બપ્પી લહિરીએ સોમવારે ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળના શ્રીરામપુર લોકસભા બેઠકથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું. લહિરી સોમવારે પોતાના પુત્ર, પુત્રી અને જમાઇ સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા. શ્રીરામપુર લોકસભા બેઠમાં હુગલી અને હાવડા જિલ્લાના ભાગ આવે છે.

ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી રહેલા બપ્પી લહિરીએ શ્રીરામપુરને એક પ્રવાસન સ્થળમાં ફેરવવાની વાત કરી. બપ્પીએ પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે પણ ખૂબ વખાણ કર્યા.

બીજી બાજુ અભિનેતા અનિલ કપૂર પોતાની ખાસ મિત્ર કિરણ ખેરના પક્ષમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે દુબઇથી ચંદીગઢ આવી પહોંચ્યા હતા. કિરણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચંદીગઢથી ચૂંટણી લડી રહી છે. દુબઇમાં ફિલ્મ 'વેલકમ બેક'નું શૂટિંગ કરી રહેલા અનિલ કપૂર વિમાનથી ચંદીગઢ આવી પહોંચ્યા.

સ્ટાર પ્રચાર જુઓ તસવીરોમાં...

શ્રીદેવી અમર સિંહના પડખે

શ્રીદેવી અમર સિંહના પડખે

રૂપની રાણી શ્રીદેવી અને તેમના પતિ તથા જાણીતા ડાયરેક્ટર બોની કપૂરે અમરસિંહના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

શ્રી દેવી અને બોની કપૂર

શ્રી દેવી અને બોની કપૂર

રૂપની રાણી શ્રીદેવી અને તેમના પતિ તથા જાણીતા ડાયરેક્ટર બોની કપૂરે અમરસિંહના સમર્થનમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

આર. માધવન

આર. માધવન

આર. માધવને જણાવ્યું કે દેશના ઇતિહાસમાં આ સૌથી મહત્વપૂર્ણ ચૂંટણી છે. અને હું ઇચ્છું છું કે આપ સૌ વોટિંગ જરૂર કરો. જો આપ દેશને પ્રેમ કરતા હોવ તો, આપ વોટ ચોક્કસ કરો. મતદાનવાળા દિવસે ઘરે બેસીને મજા ના માણો. તમારો અવાજ આખા દેશ અને દુનિયામાં સંભળાવવાની તૈયારી કરો.''

અનિલ કપૂર

અનિલ કપૂર

અભિનેતા અનિલ કપૂર પોતાની ખાસ મિત્ર કિરણ ખેરના પક્ષમાં લોકસભા ચૂંટણી પ્રચાર માટે દુબઇથી ચંદીગઢ આવી પહોંચ્યા હતા. કિરણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચંદીગઢથી ચૂંટણી લડી રહી છે. દુબઇમાં ફિલ્મ 'વેલકમ બેક'નું શૂટિંગ કરી રહેલા અનિલ કપૂર વિમાનથી ચંદીગઢ આવી પહોંચ્યા.

બપ્પી લહિરી

બપ્પી લહિરી

ડિસ્કો સોંગ પર લોકોને ઉ લા લા.. કરાવનારા જાણીતા સિંગર અને સંગીતકાર બપ્પી લહિરીએ સોમવારે ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળના શ્રીરામપુર લોકસભા બેઠકથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું. લહિરી સોમવારે પોતાના પુત્ર, પુત્રી અને જમાઇ સાથે ઉમેદવારી પત્ર ભરવા માટે ગયા હતા.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

ભાજના પટણાથી લોકસભાના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાએ પત્ની સાથે પટણાના એક મંદિરમાં પૂજા કરી હતી.

ગુલ પનાગ

ગુલ પનાગ

આમ આદમી પાર્ટીની ચંદીગઢથી ઉમેદવાર અભિનેત્રી ગુલ પનાગે પણ રોડ શો કરીને પ્રચાર કર્યો હતો.

અર્જુન અને આલિયા

અર્જુન અને આલિયા

અર્જુન કપૂર અને આલિયા ભટ્ટે પણ સારા ભારતના નિર્માણ માટે વોટિંગ કરવાની સલાહ આપી હતી.

English summary
Singer Bappi Lahiri files nomination as BJP candidate and Anil Kapoor comes from Dubai to Chandigarh for Kirron Kher.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X