For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bye Bye 2014 : ઑડિયંસની ખબર નહીં, પણ ક્રિટિક્સના દિલ જીતી ગઈ આ 11 ફિલ્મો!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ડિસેમ્બર : ઓહ! બસ ત્રણ જ દિવસ રહી ગયા 2014ની વિદાય વચ્ચે. હા જી, વર્ષ 2014 બૉલીવુડને ઘણી બિગ બજેટની અને સુપર બ્લૉકબસ્ટર ફિલ્મો આપીને જઈ રહ્યું છે, પરંતુ આ વર્ષ દરમિયાન અનેક એવી ફિલ્મો પણ રિલીઝ થઈ કે જેને દર્શકોએ ભલે ભગાવી દીધી, પરંતુ તે ફિલ્મો સમીક્ષકો એટલે કે ક્રિટિક્સના દિલ જીતવામાં સફળ નિવડી.

વર્ષ 2014ની શરુઆત થઈ સલમાન ખાન અભિનીત જય હો ફિલ્મ સાથે કે જે દર્શકોને આકર્ષવામાં સમ્પૂર્ણપણે નિષ્ફળ નિવડી, તો ક્રિટિક્સ પણ તેના વખાણ ન કરી શક્યાં, પરંતુ તે પછી આવેલી ઇમ્તિયાઝ અલીની આલિયા ભટ્ટ અને રણદીપ હુડા દિગ્દર્શિત હાઈવે ફિલ્મે ઑડિયંસ અને ક્રિટિક્સ બંનેના દિલ જીતી લીધાં. હાઈવે સારો એવો બિઝનેસ પણ કર્યો. ફિલ્મમાં ખાસ તો આલિયાના અભિનયના ચારે બાજુ વખાણ થયાં. પછી આવી ક્વીન, મર્દાની અને મૅરી કોમ જેવી ફિલ્મો કે જેમણે બૉક્સ ઑફિસ પર કમાણી કરવાની સાથે જ ક્રિટિક્સને પણ ખુશ કરી દીધી.

દરમિયાન વર્ષાંના ઉત્તરાર્ધમાં એટલે કે ઑક્ટોબરમાં વિશાલ ભારદ્વાજની હૈદર આવી. શાહિદ કપૂર અભિનીત હૈદર સાથે જ હૃતિક રોશન તથા કૅટરીના કૈફ અભિનીત બૅંગ બૅંગ પણ આવી. તે પછી ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન જેવી ફિલ્મો પણ રિલીઝ થઈ વર્ષ 2014માં. વર્ષાંતે એટલે કે ગત શુક્રવારે મોસ્ટ અવેટેડ ફિલ્મ પીકે રિલીઝ થઈ વિધુ વિનોદ ચોપરા નિર્મિત, રાજકુમાર હીરાણી દિગ્દર્શિત તથા આમિર ખાન અને અનુષ્કા શર્મા અભિનીત પીકે ફિલ્મ બૉક્સ ઑફિસે ધૂમ કમાણી કરી રહી છે, તો ક્રિટિક્સ પણ તેના વખાણ કરતા નથી ખચકાઈ રહ્યાં.

ચાલો તસવીરો સાથે જોઇએ 2014માં સમીક્ષકો દ્વારા પ્રશંસિત ફિલ્મો :

હાઈવે

હાઈવે

21મી ફેબ્રુઆરી, 2014ના રિલીઝ થયેલી હાઈવે લાંબા સમય બાદ આવેલી એક બેસ્ટ ફિલ્મ હતી. ઇમ્તિયાઝ અલી દિગ્દર્શિત હાઈવેમાં આલિયા ભટ્ટ અને રણદીપ હુડા લીડ રોલમાં હતાં. આ ફિલ્મે દર્શકો અને સમીક્ષકો બંનેના દિલ જીતી લીધા હતાં.

ગુલાબ ગૅંગ

ગુલાબ ગૅંગ

માધુરી દીક્ષિત તથા જુહી ચાવલા અભિનીત ગુલાબ ગૅંગ 7મી માર્ચે રિલીઝ થઈ. આ ફિલ્મે ક્રિટિક્સને ખૂબ જ ઇમ્પ્રેસ કરી. ખાસ તો જુહી ચાવલાનું પરફૉર્મન્સ ક્રિટિક્સને ગમ્યું.

ક્વીન

ક્વીન

માર્ચમાં જ રિલીઝ થયેલી વિકાસ બહલ દિગ્દર્શિત તથા કંગના રાણાવત અભિનીત ક્વીન ફિલ્મે તો કંગનાને ટોચની હીરોઇનની હરોળમાં લાવી મૂકી. આ ફિલ્મે સૌના દિલ જીત્યાં.

હવા હવાઈ

હવા હવાઈ

9મી મેએ રિલીઝ થયેલી અમોલ ગુપ્તે દિગ્દર્શિત હવા હવાઈ ફિલ્મ ભલે કમાણીમાં પાછળ રહી ગઈ હોય, પણ સમીક્ષકો તરફથી વખાણ મેળવવામાં સફળ રહી હતી.

સિટીલાઇટ્સ

સિટીલાઇટ્સ

હંસલ મહેતા દિગ્દર્શિત સિટીલાઇટ્સ ફિલ્મ 30મી મેએ રિલીઝ થઈ અને ક્રિટિક્સના વખાણ પામી. ફિલ્મમાં રાજકુમાર રાવ તથા પત્રલેખા લીડ રોલમાં હતાં અને બંનેના કામના ખૂબ વખાણ થયાં.

મર્દાની

મર્દાની

આદિત્ય ચોપરા સાથે લગ્ન બાદ રાણી મુખર્જીની પહેલી ફિલ્મ મર્દાની 22મી ઑગસ્ટે રિલીઝ થઈ. પ્રદીપ સરકાર દિગ્દર્શિત મહિલા કેન્દ્રિત ફિલ્મ મર્દાનીની જ નહીં, પણ રાણીના અભિનયની પણ ખૂબ જ પ્રશંસા થઈ.

મૅરી કોમ

મૅરી કોમ

ઓમંગ કુમાર દિગ્દર્શિત મૅરી કોમ 5મી સપ્ટેમ્બરે રિલીઝ થઈ કે જે એથેલીટ મૅરી કોમના જીવન પર આધારિત હતી. ફિલ્મ પણ સફળ રહી અને મૅરી કોમના રોલમાં પ્રિયંકાએ પ્રાણ ફૂંકી દીધાં.

હૈદર

હૈદર

2જી ઑક્ટોબરે રિલીઝ થયેલી વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદરે ક્રિટિક્સને બાગ-બાગ કરી મૂક્યાં. હૃતિક રોશનની બૅંગ બૅંગ સાથે રિલીઝ થવા છતાં હૈદરે બૉક્સ ઑફિસ કલેક્શનમાં સારી સફળતા મેળવી અને ક્રિટિક્સ તો આફરીન થયાં જ.

રંગ રસિયા

રંગ રસિયા

7મી નવેમ્બરે રંગ રસિયા રિલીઝ થઈ. તે જ દિવસે અક્ષય કુમારની ધ શૌકીન્સ પણ આવી, પરંતુ દર્શકોએ રંગ રસિયા જોવાનું પસંદ કર્યું. ક્રિટિક્સે પણ ફિલ્મમાં રણદીપ હુડા અને નંદના સેનના કામના ખૂબ જ વખાણ કર્યાં.

ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન

ભોપાલ ઍ પ્રેયર ફૉર રેન

ભોપાલ ગૅસ કાંડ પર આધારિત ભોપાલ ઍ પ્રેયર ફૉર રન ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝથઈ અને તેને પણ ક્રિટિક્સના દિલ જીતી લીધાં. ફિલ્મમાં રીયલ-સ્ટોરીને જે રીતે રજૂ કરાઈ, તે સાચે જ પ્રશંસનીય હતું. ફિલ્મમાં બૉલીવુડ જ નહીં, હૉલીવુડ સ્ટાર્સ પણ હતાં કે જેમાં માર્ટિન શીન, મિસ્કા બર્ટન, રાજપાલ યાદવ, તનીષા ચૅટર્જી, અખિલ મિશ્રા, ફાગુન ઠકરાર, જૉય સેનગુપ્તા, કલ પેનનો સમાવેશ થાય છે.

પીકે

પીકે

વર્ષાંતે રિલીઝ થયેલી પીકેની તો વાત જ શું કરવી. મોસ્ટ હાઇપ ફિલ્મ હોવા ઉપરાંત વિધુ વિનોદ ચોપરા, રાજકુમાર હીરાણી અને આમિર ખાનની તિકડીની કમાલના કોણ વખાણ ન કરે.

English summary
See best critically acclaimed Bollywood movies of 2014 like Haider, Highway and Queen. Check out the best movies of 2014 here...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X