For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : પાકમાં બૅન નથી કરાઈ ભાગ મિલ્ખા ભાગ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 20 જૂન : ભાગ મિલ્ખા ભાગ અંગે ખૂબ જ તથ્યહીન અટકળો વહેતી થઈ છે. કહે છે કે આ ફિલ્મ પાકિસ્તાનમાં બૅન કરાઈ છે, પરંતુ ગઈકાલે જ ફિલ્મના થિયેટરિકલ ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે દિગ્દર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ જણાવ્યું કે એવી કોઈ વાત નથી, બલ્કે તેમને તો પાકિસ્તાન ખાતેથી અત્યાર સુધી ત્રણ ઑફર્સ મળી ચુકી છે ફિલ્મ રિલીઝીંગ માટે. આમ છતાં કેટલાંક મીડિયા એવી વાત કરી રહ્યાં છે કે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મને પાકિસ્તાનમાં બૅન કરવામાં આવી છે.

ભાગ મિલ્ખા ભાગ ફિલ્મની ટીમે આવી અટકળોનું ખંડન કર્યું છે. ફરહાન અખ્તર આ ફિલ્મમાં મિલ્ખા સિંહનો રોલ કરી રહ્યાં છે. પોતે મિલ્ખા સિંહનું કહેવું છે કે ફરહાને માત્ર એક્ટિંગ જ નથી કરી, પણ તેમણે મિલ્ખા સિંહને પુનઃ જીવંત કરી નાંખ્યા છે. મિલ્ખા સિંહની ઝિંદગીને અમર કરી નાંખ્યું છે. થિયેટરિકલ ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે ફરહાન, રાકેશ તથા સોનમ કપૂર પણ હાજર હતાં. રાંઝણા ગર્લ સોનમ કપૂરની આંખોમાં તો ઝળઝળિયા આવી ગયા હતાં.

સોનમ કપૂરે જણાવ્યું - આ ફિલ્મ ખૂબ જ ઇમોશનલ છે અને ઇમોશન્સ જ તેમને ઇમોશનલ બનાવી દે છે. આ પ્રસંગે મિલ્ખા સિંહે પણ પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો શૅર કરી.

આવો તસવીરો સાથે જાણીએ ભાગ મિલ્ખા ભાગ અંગે વધુ વિગતો :

મિલ્ખાએ 1 રુપિયામાં આપી વાર્તા

મિલ્ખાએ 1 રુપિયામાં આપી વાર્તા

મિલ્ખા સિંહે પોતાનીવાર્તા રાકેશ ઓમપ્રકાશ મહેરાને માત્ર એક રુપિયામાં વેચી. ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે મિલ્ખાએ જણાવ્યું કે તેમની પાસે ઘણા દિગ્દર્શકો આવ્યાં, પણ તેમણે રાકેશ મહેરાને પોતાના પુત્રના કહેવા પર પોતાની વાર્તા માત્ર 1 રુપિયામાં વેચી.

સોનમે 11 રુપિયામાં કામ કર્યું

સોનમે 11 રુપિયામાં કામ કર્યું

સોનમ કપૂરે જણાવ્યું - જ્યારે મને ફિલ્મની ઑફર થઈ, ત્યારે મેં રાકેશજીને કહ્યું કે હું વગર પૈસે કામ કરીશ,પણ રાકેશે આખરે તેમને શુકનના 11 રુપિયા આપ્યાં અને કહ્યું કે મારે લેવા જ પડશે. આ ફિલ્મ બહુ જ ઇમોશનલ છે.

મિલ્ખાની ટ્રૂ કૉપી ફરહાન

મિલ્ખાની ટ્રૂ કૉપી ફરહાન

ઈવેંટ દરમિયાન મિલ્ખાએ જણાવ્યું - હું ફરહાનની એક્ટિંગથી બહુ ખુશ છું. જે કામ ફરહાને કર્યું, તે કોઈ ન કરી શકે. હવે જ્યારેય હું ક્યાંક બહાર જાઉ છું, તો મારા સંબંધીઓ મને કહે છે કે ફરહાને સાચે જ કમાલ કરી નાંખી છે.

મિલ્ખા સામે માતા-પિતાનું ખૂન

મિલ્ખા સામે માતા-પિતાનું ખૂન

મિલ્ખાએ જણાવ્યું - હું ક્યારેય નહિં ભુલી શકું કે જ્યારે મારા માતા-પિતાને મારી સામે જ કાપી દેવાયા હતાં. ત્યારે હું માત્ર 12 વરસનો હતો. હું નહોતો સમજી શકતો કે હવે હું શું કરીશ.

પાકે આપી ફ્લાઇંગ શીખની ઉપાધિ

પાકે આપી ફ્લાઇંગ શીખની ઉપાધિ

મિલ્ખાએ જણાવ્યું - ફ્લાઇંગ શીખની ઉપાધિ મને પાકિસ્તાને જ આપી હતી. જ્યારે મેં લાહોરમાં રેસ લગાવી હતી, ત્યારે હું જીત્યો હતો. તે જ વખતે મને કહેવામાં આવ્યું હતું કે મિલ્ખાજી આપ દોડ્યા નહિં, ઉડ્યાં. આજથી આપ ફ્લાઇંગ શીખ.

English summary
Bhaag Milkha Bhaag is not banned in Pakistan. According to the news Farhaan Akhtar in one scene of Bhaag Milkha Bhaag says I will not go to Pakistan and that is why Pakistan has banned Bhaag Milkha Bhaag movie. Rakesh Omprakash clarified that Bhaag Milkha Bhaag is not banned in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X