• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિગ બીની તબિયત લથડી, રાત્રે 2 વાગ્યે હોસ્પિટલે લઈને ભાગ્યો પરિવાર

By Staff
|

અમિતાભ બચ્ચન ફિલ્મ કુલીના એક્સીડેન્ટ બાદથી જ ખરાબ લીવર સાથે જીવી રહ્યા છે. 15 ઓક્ટોબરે રાત્રે 2 વાગ્યે લીવરના કાર્ય કરવાની ક્ષમતામાં કમી આવ્યા બાદ તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. ત્યારથી જ અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ છે. જો કે આજે આ સમાચાર સૌની સામે આવ્યા છે. ત્રણ દિવસથી અમિતાભ બચ્ચનને હોસ્પિટલમાં માત્ર બચ્ચન પરિવારના લોકો જ મળવા અને જોવા પહોંચી રહ્યા છે.

અડધી રાત્રે હોસ્પિટલે ખસેડાયા

અડધી રાત્રે હોસ્પિટલે ખસેડાયા

હાલ તેમના સ્વાસ્થ્ય પર કોઈ અપડેટ નથી. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાની બીમારી સાથે જોડાયેલ રાજ ખોલતા જણાવ્યું હતું કે માત્ર 25 ટકા લીવર પર જીવું છું. તેમણે પોતાની હાલતનું ઉદાહરણ આપતાં એક કાર્યક્રમમાં લોકોને જાગરૂક થવાનો સંદેશ આપ્યો હતો. જેના કેટલાક ભાગ અમે તમારી સાથે શેર કરી રહ્યા છીએ.

બહુ ખરાબ છે તબિયત

બહુ ખરાબ છે તબિયત

અમિતાભ બચ્ચનનું લીવર ખરાબ છે અને એક સમયે તેમને ટીબી હતી. પરંતુ જ્યારે લીવર વિશે તેમને 20 વર્ષ બાદ માલૂમ પડ્યું, અને ટીબી વિશે 8 વર્ષ બાદ. તેમનું કહેવું હતું કે જ્યારે મારા જેવા સુખ-સુવિધાથી સંપન્ન વ્યક્તિ આવા ગંભીર મુદ્દા ટાળી દે છે તો બાકી લોકો પણ ટાળતા જ હશે. તેમણે બદાને સતત ચેકઅપ કરાવવાની ભલામણ કરી.

બસ એક ભુલ

બસ એક ભુલ

અમિતાભ બચ્ચનના ઈલાજ દરમિયાન તેમને લોહી ચઢાવવામાં આવ્યું. જેની કોઈ ગણતરી નહોતી. પરંતુ ઉતાવળમાં આમાંથી કોઈ એક બોટલનું ટેસ્ટ અડી ગયું અને આ બોટલના લોહીમાં હેપિટાઈટિસ બીના અંશ હતા. અને આ બોટલ અમિતાભ બચ્ચનને ચઢાવી દેવામાં આવી.

20 વર્ષ સુધી ખબર ન પડી

20 વર્ષ સુધી ખબર ન પડી

હેપિટાઈટિસ બીના કારણે અમિતાભ બચ્ચનનું લીવર ખરાબ થઈ ગયું અને તેમને પોતાની આ બિમારી વિશે 20 વર્ષ બાદ માલૂમ પડ્યું. ત્યાર સુધીમાં તેમનું 75 ટકા લીવર ખરાબ થઈ ગયું હતું. હાલ તેઓ માત્ર 25 ટકા લીવર પર જ જીવી રહ્યા છે.

ટીબીના દર્દી

ટીબીના દર્દી

અમિતાભ બચ્ચનને એક સમયે ટીબી પણ હતી પરંતુ તેમણે ક્યારેય તેનો ટેસ્ટ નહોતો કરાવ્યો. તેમને પોતાની આ બીમારી વિશે 8 વર્ષ બાદ માલૂમ પડ્યું અને ત્યાં સુધીમાં સ્થિતિ ઘણી બગડી ચૂકી હતી.

ઝનૂની એક્ટર

ઝનૂની એક્ટર

કુલીના શૂટિંગની સાથે જ અમમિતાભ બચ્ચન સાથે એક ઘટના બની જે બાદ તેઓ ઘણો સમય સુધી જિંદગી અને મોત સાથે લડતા રહ્યા. આ એક દુર્ઘટના આખા ફિલ્મ ઈતિહાસને બદલીને રાખી શકતી હતી. જો કે આ 37 વર્ષોમાં કંઈ ન બદલાયું. ત્યારે પણ કામ પ્રત્યે ઝનૂની એક્ટર હતા અને આજે પણ કામ પ્રત્યે તેઓ ઝનૂની છે. મનમોહન દેસાઈની આ ફિલ્મ તાબડતોડ કલેક્શન કર્યું હતું.

આખો ફાઈટ સીક્વેન્સ પહેલેથી તૈયાર

આખો ફાઈટ સીક્વેન્સ પહેલેથી તૈયાર

શું તમને કુલી ફિલ્મનો એ શૉટ યાદ છે જેમાં બિગ બી મેજ સાથે ટકરાય છે. ફિલ્મમાં વિલન પુનીત ઈસ્સર સાથે બિગ બી બે-બે હાથ કરી રહ્યા હતા. એક્શન ડાયરેક્ટરે આખો ફાઈટ સીક્વેન્સ પહેલેથી જ તૈયાર કરી રાખ્યો હતો. બસ તેમનાથી એક ભૂલ થઈ ગઈ. ભૂલ એ કે લડાઈની જગ્યાએ તેમણે એક ટેબલ રાખી દીધું, એ ટેબલ જેના ખૂણા પર એલ્યુનિયમ ચઢેલ હતું અને આ કારણે જ તે નુકીલું થઈ ગયું હતું.

60 બોટલ લોહી

60 બોટલ લોહી

જેવો જ પુનીત ઈસ્સરે પહેલો મુક્કો માર્યો, અમિતાભ વિચલિત થયા. જે બાદ પુનીત ઈસ્સરના ધક્કાથી અમિતાભ ટેબલ પર જઈને પડ્યા. બસ અહીં જ સમય અટકી ગયો. ફિલ્મ યૂનિટ ખુશીઓથી બુમો પાડવા માંડી, ગ્રેટ શૉટ. આગલી જ ક્ષણે મુંબઈની બ્રીચ કેન્ડીમાં તેમનું ઓપરેશન થઈ રહ્યુ્ં હતું. તેમને 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું. હોસ્પિટલમાં ઈલાજ ચાલતો રહ્યો અને બહાર આખાદેશમાં દુઆઓનો દોર. લોકોએ વ્રત રાખ્યા, મન્નતો માંગી અને અમિતાભે મોતને માત આપી દીધી, ઠીક થઈ ઘરે પરત ફર્યા.

ભણશાળીએ આલિયા સાથે લૉક કરી આગામી ફિલ્મ, ‘ગંગૂબાઈ કાઠિયાવાડી', જાણો એ કોણ છે

English summary
Big B Amitabh Bachchan rushed to hospital at midnight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X