બિગ બી આપશે બૉસનો પરિચય, અક્ષયે કહ્યું મારૂં સૌભાગ્ય

મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની આગામી ફિલ્મ બૉસમાં તેમના પાત્રનો પરિચય મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આપશે. અક્ષય માટે આ એક સન્માનની વાત છે. એક નિવેદનમાં અક્ષયે જણાવ્યું - આ સન્માન અને સૌભાગ્યની વાત છે કે અમિતાભ બચ્ચન જેવા એક દિગ્ગદસ ફિલ્મ બૉસમાં મારા પાત્રનો પરિચય આપશે. હું બાળપણથી તેમનો સૌથી મોટો ફૅન છું અને તેમની સાથે કામ કરવાની તક પણ મળી છે. તેઓ પોતાનામાં એક સંસ્થા છે.

boss-akshay-amitabh

અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન ખાકી તથા વક્ત ધ રેસ અગેંસ્ટ ટાઇમ ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યાં છે. બૉસ ફિલ્મમાં અક્ષયની એન્ટ્રી પહેલા તેમના પાત્રની એક વિશાળ ભૂમિકા બાંધવામાં આવી છે. ફિલ્મ નિર્માતાનું માનવું હતું કે આ દમદાર અને લાર્જર ધૅન લાઇફ પાત્રનો પરિચય બિગ બી કરતાં બહેતર કોઈ નહીં આપી શકે. બિગ બી પાસે જ્યારે સ્ક્રિપ્ટ મોકલવામાં આવી, તો તેમને આ વિચાર ગમ્યું અને તેમણે ફિલ્મનો ભાગ બનવાનું સ્વીકારી લીધું.

એંથની ડિસૂઝા દિગ્દર્શિત બૉસ ફિલ્મમાં અક્ષય કુમાર અને અદિતી રાવ હૈદરી ઉપરાંત મિથુન ચક્રવર્તી, શિવ પંડિત, ડૅની, રોનિત રૉય તથા જ્હૉની લીવર પણ છે. વાયકૉમ 18 મોશન પિક્ચર્સ, કેપ ઑફ ગુડ ફિલ્મ્સ એન્ડ અશ્વિન વર્દે પ્રોડક્શનની સહ-પ્રસ્તુતિ બૉસ ફિલ્મ ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં સોનાક્ષી સિન્હા એક આયટમ નંબર પણ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X