Big Boss OTT:કચરામાંથી બનાવેલા સેક્સી પોલિથિન ડ્રેસમાં ઉર્ફી જાવેદે!
બિગ બોસ ઓટીટી પ્રેક્ષકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શોમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. બિગ બોસની કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાના લુક અને સ્ટાઇલને કારણે હેડલાઇન્સમાં છે.

ગાર્બેજ બેગમાંથી બનાવેલા ડ્રેસમાં ઉર્ફી
ઉર્ફી બિગ બોસના ઘરમાં કચરાની થેલી સાથે પોલીથીનથી બનેલો ડ્રેસ પહેરીને આવી હતી. તેની ફેશન સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે. ઉર્ફીની ફેશન સેન્સની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બિગ બોસે તમામ નામાંકિત કન્ટેસ્ટન્ટને ટાસ્ક આપ્યો હતો, ટાસ્ક દરમિયાન તમામે લોકોનું મનોરંજન કરવાનું હતું. ઉર્ફીએ ટાસ્ક જીતવા અને લોકોનું મનોરંજન કરવા માટે સારૂ પ્રદર્શન કર્યુ હતુ.

શોર્ટ ડ્રેસમાં હોટ લાગી રહી છે ઉર્ફી
ઉર્ફી જાવેદે કચરાથી ભરેલા પોલિથિનમાંથી શોર્ટ ડ્રેસ બનાવીને શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. ઉફીએ ડ્રેસને ખૂબ જ સુંદર રીતે ડિઝાઇન કર્યો છે. ઉર્ફીએ પોલિથિન વેસ્ટમાંથી બેકલેસ હોટલર નેક શોર્ટ ડ્રેસ બનાવ્યો છે. તેણે આ સાથે સફેદ મોતીનો હાર પહેર્યો હતો. ઉર્ફીનો આઉટફીટ અદભૂત લાગી રહ્યો છે.

હાઈ હીલ્સ પહેરીને ઉર્ફી જાવેદે ફિગરને ફ્લૉન્ટ કર્યુ
બ્લેક પોલિથિન ડ્રેસમાં હાઈ હીલ્સ પહેરીને ઉર્ફી જાવેદે તેના ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે. ઉર્ફીએ કાળા ડ્રેસ પર શિમરી વર્ક બ્લેક જેકેટ પણ પહેર્યું હતું. આ ઉપરાંત ઉર્ફીએ બ્લેક ડ્રેસ સાથે લાઈટ મેકઅપ કર્યો હતો. ચહેરા પર ફાઉન્ડેશન અને કન્સિલરનો પરફેક્ટ બેઝ બનાવ્યો હતો.અભિનેત્રી લાઇટ બ્રાઉન શેડની લિપસ્ટિકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઉર્ફીએ પોતાની આંખો પર લાઈટ ગોલ્ડન આઈ શેડો અને લાઈનર લગાવ્યું હતું.