Pics : હવે ટીવી શોના હોસ્ટ બનશે બિલ્લો રાણી...

મુંબઈ, 11 જુલાઈ : જ્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને ટેલીવિઝન એક સશક્ત માધ્યમ લાગતું હોય, તો પછી અમિતાભને આદર્શ ગણનાર બૉલીવુડના બિલ્લો રાણી બિપાશા બાસુને નાના પડદે કામ કરવાં કયો વાંધો હોઈ શકે? જાણવા મળે છે કે હિન્દી સિનેમાના સૌથી હૉટ બેબ્સમાંના એક બિપાશા બાસુ ટુંકમાં જ એક ટેલીવિઝન રિયલિટી શોના એંકર તરીકે લોકો સામે આવનાર છે.

મળતી માહિતી મુજબ બિપાશા બાસુ અમેરિકાના જાણીતા રિયલિટી શો અમેરિકા નેક્સ્ટ ટૉપ મૉડેલની દેશી આવૃત્તિને હોસ્ટ કરશે. બિપાશા બાસુ આ શોને માત્ર હોસ્ટ જ નહીં કરે, પણ તેઓ શોના સ્પર્ધકો માટે મેંટર પણ બનશે. શૂટિંગ આવતા મહીને શરૂ થશે. સાંભળવા મળ્યું છે કે બિપાશા પોતાની નવી ઇનિંગ અંગે ખૂબ ઉત્સાહિત છે. એમ પણ હાલ બિપાશાની બૉક્સ ઑફિસ રિપોર્ટ કંઈ ખાસ નથી.

બિપાશા બાસુ છેલ્લે આત્મા ફિલ્મમાં દેખાયા હતાં કે જે ફ્લૉપ સાબિત થઈ હતી, તો છેલ્લી હિટ રાઝ 3 ફિલ્મની સફળતાનો શ્રેય એશા ગુપ્તા તથા ઇમરાન હાશમી ખાટી ગયા. જોકે તેમની આગામી ફિલ્મ ક્રીચર છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હોસ્ટ બન્યાં બિપાશા

હોસ્ટ બન્યાં બિપાશા

સેક્સી બિપાશા બસુ બહુ જલ્દી ટેલીવિઝન રિયલિટી શો અમેરિકન નેક્સ્ટ ટૉપ મૉડેલની દેશી આવૃત્તિને હોસ્ટ કરશે.

ક્રીચરમાં સેક્સી પ્લેયર

ક્રીચરમાં સેક્સી પ્લેયર

બિપાશા એક મોટા બૅનરની ફિલ્મ ક્રીચરમાં સેક્સી પ્યેયર તરીકે નજરે પડનાર છે અને હાલ તેઓ વજન ઓછું કરી રહ્યાં છે.

ભાતના શોખીન

ભાતના શોખીન

બિપાશાને ભાત ખાવાનો શોખ છે, પરંતુ ફિટનેસના કારણોસર તેઓ રોજ ભાત નથી ખાતાં.

ફિટનેસ આઇકૉન

ફિટનેસ આઇકૉન

બૉલીવુડના ફિટનેસ આઇકૉન બિપાશા લોકોને સલાહ આપે છે કે ખાંડનો ઓછોમાં ઓછો વપરાશ કરવો જોઇએ. શક્ય હોય તો મધનો વિકલ્પ વાપરવો જોઇએ.

ગ્લૅમરસ, પણ દમદાર

ગ્લૅમરસ, પણ દમદાર

બિપાશાએ પોતાની ફિલ્મો દ્વારા બતાવી દીધું છે કે તેઓ સેક્સી ગુડિયા જ નહિં, પણ એક શાનદાર-દમદાર અભિનેત્રી પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X