ફિલ્મોમાંથી ગાયબ આ એક્ટ્રેસે ફોટોશૂટમાં દેખાડ્યો કમાલ!

Written By:
Subscribe to Oneindia News

બિપાશા બાસુ છેલ્લા ઘણા સમયથી પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ સિવાય ક્યાંય જોવા નથી મળી, પરંતુ હાલમાં જ સામે આવેલું તેનું લેટેસ્ટ ફોટોશૂટ જોઇને તેના તમામ ફેન્સની આ ફરિયાદ દૂર થઇ ગઇ છે. બિપાશાના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે, જેમાં તે અત્યંત સુંદર અને એલિગન્ટ લાગી રહી છે. બિપાશાનો આ અવતાર પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

આ ફોટોશૂટની બિપાશાની તસવીરો વિન્ટેજ ફીલ આપે છે. રોકી સ્ટાર સાથે તેણે કરાવેલું આ ફોટોશૂટ ખૂબ સુંદર છે. રોકી સ્ટાર ઘણા જાણીતા ફોટોગ્રાફર છે અને તેમણે બિપાશાની સુંદરતાને ખૂબ આવડત સાથે કેમેરામાં કેપ્ચર કરી છે.

બિપાશા અને કરણ

બિપાશા અને કરણ

બિપાશા ફિલ્મોમાંથી ભલે ગાયબ હોય, પરંતુ તે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફેન્સના ટચમાં રહે છે. બિપાશા અને કરણ સિંહ ગ્રોવરના અનેક ફોટોઝ તેના સોશિયલ મીડિયા પેજ પર જોવા મળે છે અને આ બંનેની તસવીરો ઇન્ટરનેટ પર ઘણી વાયરલ પણ થાય છે.

બ્રેકઅપ અંગેની ખબર

બ્રેકઅપ અંગેની ખબર

જો કે, ગત મહિને જ એક બોલિવૂડ એક્ટ્રેસે અચાનક જ બિપાશા અને જ્હોનના બ્રેકએપનો મુદ્દો ઉંચક્યો હતો, જેને કારણે બિપાશા અને જ્હોનનું જૂનું રિલેશન ફરી ચર્ચામાં આવ્યું હતું. બિપાશા અન જ્હોન બોલિવૂડના સૌથી પેશનેટ કપલ્સમાંના એક હતા અને તેમના બ્રેકઅપથી ઘણાને નવાઇ લાગી હતી.

આ એક્ટ્રેસે કર્યો હતો ઉલ્લેખ

આ એક્ટ્રેસે કર્યો હતો ઉલ્લેખ

બિપાશા અને જ્હોનના બ્રેકઅપનો મુદ્દો ઉઠાવનાર એક્ટ્રેસ બીજી કોઇ નહીં, પરંતુ નેહા ધૂપિયા છે. રિસન્ટલી સ્પોટબોય દ્વારા જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે, બોલિવૂડના કયા કપલના બ્રેકઅપથી તમને સૌથી વધુ આંચકો લાગ્યો હતો? ત્યારે તેણે જ્હોન અને બિપાશાનું નામ આપ્યું હતું.

બંને 'મેડ ફોર ઇચ અધર' હતા

બંને 'મેડ ફોર ઇચ અધર' હતા

નેહા ધૂપિયાએ કહ્યું હતું કે, 'બંને મેડ ફોર ઇચ અધર હતા, એ બંને એટલા સમય સુધી સાથે રહ્યા હતા કે ધીરે-ધીરે બંને એકબીજા જેવા દેખાવા માંડ્યા હતા.' જ્હોન અને બિપાશા બંને પોતાની લાઇફમાં હાલ આગળ વધી ગયા છે અને નેહાની આ વાત સાંભળી તેઓ કઇ રીતે રિએક્ટ કરે છે, એ જોવું રહ્યું.

જ્હોન-બિપાશાના બ્રેકઅપનું કારણ

જ્હોન-બિપાશાના બ્રેકઅપનું કારણ

જ્હોન અને બિપાશા સાથે જ રહેતા હતા અને લોકોને આશા હતી કે, તેઓ જલ્દી જ લગ્નની જાહેરાત કરશે. પંરતુ એ પહેલાં જ તેમનું બ્રેકઅપ થઇ ગયું, આ બંનેના બ્રેકઅપ પાછળનું સાચું કારણ કોઇ નથી જાણતું. એક જાણીતા સમાચાર પત્ર અનુસાર, જ્હોને બિપાશાની અવગણના કરવાનું શરૂ કરી દેતાં વાત બ્રેકઅપ સુધી પહોંચી હતી.

સલમાન આવ્યા હતા વચ્ચે?

સલમાન આવ્યા હતા વચ્ચે?

'જ્હોન અને બિપાશાની રિલેશનશિપના છેલ્લા બે વર્ષો દરમિયાન તેમની વચ્ચે પ્રોબ્લેમ્સ ઘણા વધી ગયા હતા. જ્હોન અને સલમાનની દુશ્મનાવટ જગજાહેર હતી અને આમ છતાં બિપાશા સલમાનની ફિલ્મ મેળવવાનો પ્રયત્ન કરી હતી, આ વાતે જ્હોન અપસેટ હતો. તેમના મિત્રોએ આ બંનેને મનાવવાના અનેક પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ તેનો કોઇ ફાયદો થયો નહોતો.'

English summary
Bipasha Basu goes vintage in her latest photoshoot with Rocky Star and the pictures look breathtaking and stellar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.